પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમા ભાડા વધારવાની માંગ સાથે રીક્ષા ચાલકોની હડતાલ ઉતર્યા છે. રીક્ષાનાં ભાડામાં પાંચ રૂપિયા વધારાની ચાલકો માંગ કરી રહ્યા છે. હડતાલને પગલે શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા છે. મોટી સંખ્યામાં રોડ પર પેસેન્જરનો જમાવડો જોવા મળ્યો છે. રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશે


સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આજરોજ રીક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પોલીસ કોલોની ટીમ લઈને કૈલાશ નગર ચાર રસ્તા સુધી રીક્ષા ચાલકોએ રીક્ષાઓ રોકી ભાડામાં પાંચ રૂપિયા વધારવાની માંગ કરી હતી. રીક્ષા ચાલકોનું માનવું છે કે હાલમાં જ બે વખત CNG ગેસના ભાવમાં વધારો નોંધાયો છે. સાથે શહેરમાં જે રીતના ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. ગેસનો વપરાશ પણ વધી ગયો છે. અને ત્યારે ભાડું એને એજ રહેતા ભારે હાલાકી પડી રહી છે.હાલાકી ને પગલે આજ રોજ તમામ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે અને રિક્ષા ભાડાંમાં પાંચ રૂપિયા વધારાની માગ કરી રહ્યા છે.


મારે ચોટલી છે...!! હેલ્મેટ ન પહેરવાનાં અમદાવાદીઓના બહાના જાણી દુ:ખશે પેટ!


બીજી બાજુ અચાનક જ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતા. લોકોનું માનું છે કે અચાનક રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા તેમને ભારે હાલાકી પડી રહી છે. રીક્ષા ચાલકો જે રીતના રીક્ષા ભાડામાં પાંચ રૂપિયા વધારાની માંગ કરી રહ્યા છે તે યોગ્ય નથી. કારણ આ વિસ્તારોમાં ખાસ કરીને મજૂરી કરી તેમજ સામાન્ય નોકરી કરનારા લોકો વસે છે. માલિકો યોગ્ય પગાર આપતા નથી જેથી આ રીક્ષા ચાલકોને ભાડામાં વધારો કઈ રીતે આપી શકીએ. 


ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! એક બોરી યુરિયા એક બોટલમાં, આ વર્ષે ખરીદશો તો મળશે સહાય


મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતના મોંઘવારી એ માથું ઊંચક્યું છે. સામાન્ય લોકોને ભારે હાલાકી પડી હોય છે. સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાતા રીક્ષા ચાલકો ભાડામાં પાંચ રૂપિયા વધારાની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગરીબ મધ્યમ વર્ગના લોકો વધુ પ્રમાણમાં રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. આવા રિક્ષાચાલકોએ અચાનક પાંચ રૂપિયાનો વધારો માંગતા સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.


અ'વાદમાં પ્રવેશતા જ થશે ઈટલી અને સ્પેન જેવો અનુભવ; આ 7 જગ્યાએ બનશે સિટી એન્ટ્રી ગેટ