અતુલ તિવારી/અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ દંડની નવી જોગવાઇઓમાં કરાયેલ અસહનીય વધારાના વિરોધમાં બેઠક મળી હતી. ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના પ્રમુખપદે બેઠક યોજાઈ હતી. દંડની પ્રવર્તમાન જોગાવાઈમાં વધારોના કરવા સરકારને રજૂઆત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીક્ષા ચાલકોનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે સીએમની મુલાકાત કરશે અને કમિટી દ્વારા સીએમ રૂપાણીને આવેદન પત્ર આપવામાં આવશે. જો સરકાર રીક્ષા ચાલકોની વાત નહિ માનેતો પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યવ્યાપી હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને જ્યાં સુધી તેમની માગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ કરવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે.


સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તીત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં રોષ


એકશન કમિટીના મહામંત્રી, અમદાવાદ ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિના પ્રમુખ, અમદાવાદ રીક્ષા ડ્રાઈવર યુનિયનના પ્રમુખ, એરપોર્ટ ઓટોરિક્ષા યુનિયનના પ્રમુખ, અમદાવાદ રીક્ષા સિટી યુનિયનના પ્રમુખ હાજર રહ્યા હતા. તમામે આજની બેઠક બાદ સીએમની આવેદનપત્ર આપી રજુઆત કરવા માટે સંમતિ આપી હતી. નિવારણના આવે તો રાજ્યવ્યાપી હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


જુઓ LIVE TV :