ગોઝારો શનિવાર: એક જ દિવસમાં અકસ્માતની 2 ઘટનામાં 7નાં મોત, અરવલ્લી અને મહેસાણામાં અકસ્માત
મહેસાણા નજીક સતલાસણા ગોઠડા હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા
ઝી બ્યુરો/મહેસાણા: રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો ચાલું છે, ત્યાં મહેસાણા નજીક સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. એટલું જ નહીં, એક જ દિવસમાં અકસ્માતની 2 ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. અરવલ્લીમાં કાર અને ટ્રાવેર્લ્સ વચ્ચે અકસ્માતમાં 4 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તો મહેસાણામાં થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3ને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગુજરાતના સરકારી કર્મચારીઓ આનંદો! સરકારે સુધારી નાંખી દિવાળી, આ તારીખે પણ રજા જાહેર
મહેસાણા નજીક સતલાસણા ગોઠડા હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ગુજરાતમાં પ્રથમવાર કાશ્મીરી કેસરની ખેતી; આ ખેડૂતે માટી-પાણી કે સૂર્યપ્રકાશ વગર કરી..
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સતલાસણા ગોઠડા હાઈવે પરપેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી અને ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો.
અ'વાદ બની રહ્યું 'ઉડતા પંજાબ'! સસ્તા નશા માટે આ વસ્તુનો ઉપયોગ, 4 ગોળીઓ લો એટલે રાજા!
ટક્કર એટલી ગંભીર હતી કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
પાટીદારો ઘર મેળે જ લાવશે ઉકેલ! હવે કોર્ટ કચેરીના ચક્કરમાં નહીં પડે, શરૂ કરી ઉમિયા..