સરકાર સામે વિરોધ કરવાનો તમામ સરકારી અધિકારીને અધિકાર: ગુજરાત હાઇકોર્ટ
સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.
અતુલ તિવારી/અમદાવાદ: સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.
હાઇકોર્ટ આ અંગે વધુમાં જણાવ્યું કે, યોગ્ય રીતે વાંધા રજૂ કરનાર કે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને સરકાર દંડી શકશે નહીં. ભારતના બંધારણે આપેલા તમામ નિયમો અને અધિકારો સર્વોપરી છે. સરકાર સામે સવાલ ઉઠાવનાર સરકારી અધિકારી કે કર્મચારી સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવી યોગ્ય નથી.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર
સરકારમાં સિનિયર સાયન્ટિસ્ટના પદ પર રહેલા એક અધિકારીએ પ્રજાની તિજોરીને નુકસાન પહોંચે તે પ્રકારના વ્યવહારો અંગે માંગી માહિતી હતી. સરકારી અધિકારીને ન શોભે તેવા વર્તનના ચાર્જ સાથે અરજદાર પર શિસ્તભંગની કાર્યવાહી થઈ હતી. સરકારના આ નિર્ણયને હાઇકોર્ટે દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. અને આ અધિકારીને રાહત આપવામાં આવી છે.