રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી હતી. શહેરના સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડના બનાવ બન્યા હતા. જેને પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ વણસી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટનાં હરણખાના રોડ વિસ્તારમાં દિવાળી રાતે તોફાનો થયા હતા. કેટલાક તોફાની તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા, અને જોતજોતામાં સ્થિતિ વણસી હતી. જેના બાદ બંને જૂથો વચ્ચે ગરમાવો વધતા પથ્થરમારો કરાયો હતો. તેના બાદ મામલો વધુ બિચક્યો હતો. 


આ પણ વાંચો : ગુજરાતના આ શહેર જેવી દિવાળી આખા દેશમાં ક્યાય નથી થતી, થાય છે દેશી ફટાકડાનું યુદ્ધ



ટોળઆએ ભારે તોડફોડ કરી હતી. એટલુ જ નહિ, વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આખરે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. તોફાની તત્વોએ પોલીસ પર પણ પેટ્રોલબોમ્બ ઝીંકી એ ઉત્પાત મચાવ્યો હતો. આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પહોંચી પરિસ્થિતિ થાળે પાડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ કરાયુ હતું.