ચેતન પટેલ/સુરત: PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે અને આવતીકાલે સુરત, ભાવનગર અને અમદાવાદને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક મોદી ચાહકો છે, ત્યારે સુરતમાં એક જુનિયર મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુરતમાં PM મોદીના રોડ શોમાં ઋષિ પુરોહિત આકર્ષનું કેન્દ્ર બન્યો છે. આ બાળક પીએમ મોદીનો એટલો ફેન છે કે માત્ર 5 વર્ષની ઉંમરમાં સરકારની તમામ યોજનાની જાણકારી ધરાવે છે. પરંતુ આજે લાઈમલાઈટમાં એટલા માટે આવ્યો છે, કારણ કે પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે જુનિયર મોદી ઋષિ પુરોહિત આજે સવારથી માતા સાથે આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે પીએમ મોદીના સુરત પ્રવાસ ટાણે જુનિયર મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બાળકનું નામ ઋષિ પુરોહિત છે. આ બાળક એટલા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કારણ કે તે પીએમ મોદીનો જબરો ફેન છે. જુનિયર મોદી તરીકે ઓળખાતા ઋષિ પુરોહિતની ઉંમર માત્ર 5 વર્ષની છે. પરંતુ તેની યાદશક્તિને સલામ કરવું પડે. ઋષિ પુરોહિતને મોદી સરકારની તમામ યોજનાની જાણકારી છે.



ભાજપમાં એવા ઘણા નેતાઓ હશે, જેમણે પોતાની પાર્ટીની યોજનાઓ વિશે પણ ખબર નહીં હોય, પરંતુ સુરતનો જુનિયર મોદી દરેકે દરેક યોજનાઓ મોઢે બોલે છે. એટલે કે નાનું બાળક જેમ A ફોર એપલ બોલે એમ ઋષિ પુરોહિત A ટુ Z યોજનાઓ બોલે છે. એટલું જ નહીં, પીએમ મોદીના દરેકે દરેક ભાષણની પણ તેણે ખબર છે. ઋષિ પુરોહિત પીએમ મોદીની જેમ જ બોલે છે. 


મહત્વનું છે કે, ઋષિ પુરોહિત પીએમ મોદીનો એટલો ફેન છે કે તેની એક ઝલક મેળવવા માટે આજે તે સવારથી તેણી માતા સાથે સભામાં આવ્યો છે.