ચેતન પટેલ/ સુરત : રિયલ ડાયમંડની સાથે સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સિન્થેટિક ડાયમંડની જ્વેલરીના એક્સપોર્ટમાં બે ગણો વધારો જોવા મળ્યો છે. એક્સપોર્ટના આંકડાઓ જોઈ આવનાર દિવસોમાં સુરત સિન્થેટિક ડાયમંડ અને જ્વેલરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો હબ બને તેવી આશા હાલ સર્જાઈ છે. 2020 ની અંદર 1192 મિલિયન ડૉલર એક્સપોર્ટ રિયલ ડાયમન્ડ અને સિન્થેટિક ડાયમન્ડ બંનેની કિંમત ને લઈ તુલના કરી શકાય નહીં. કારણકે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના કિંમતમાં ખૂબ જ વધારે ફરક હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આંકડા ઉપર નજર કરીએ તો 2019 નવેમ્બર એક્સપોર્ટમાં ભારતનો કર્ટ અને પોલીશીંગનો બિઝનેશ 620 મિલિયન ડોલરનો થયું હતું. જોકે કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરી ના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020 ની અંદર 1192 મિલિયન ડૉલર એક્સપોર્ટ થયુ છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં 92 ટકા ગ્રોથ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળ્યો છે. બે ગણું કરતાં પણ વધારે બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયું છે. રિયલ ડાયમન્ડની સાથે ધીમે ધીમે ભારતમાં સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શન સાથે ગ્રોથ પણ વધતો જાય છે.  


નવેમ્બર 2019 માં 276 મિલિયન ડૉલર સિન્થેટિક ડાયમંડ જ્વેલરીનો એક્સપોર્ટ કર્યું હતું. જેમાં વર્ષ-2020 નવેમ્બરમાં ભારે જમ્પ જોવા મળ્યું છે. 2020 નવેમ્બરમાં 423 મિલીયન ડોલરનો એક્સપોર્ટ સિન્થેટિક ડાયમંડમાં થયું છે. કોરોના કાળમાં બે ગણા કરતાં પણ વધારે બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં સિન્થેટિક ડાયમંડનો પ્રોડક્શન વધતું જાય છે. વેપારીઓ મશીનો નાખી રહ્યા છે. જેથી આવનાર દિવસોમાં સિન્થેટિક ડાયમન્ડ અને જ્વેલરીના એક્સપોર્ટ માં મોટો જમ્પ જોવા મળશે. 


જોકે રિયલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડમાં આંકડાકીય તુલના ન કરી શકાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી પાસે ટેકનોલોજી છે. ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. વર્કરો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે પરંતુ અગાઉ રો મટીરીયલ નહોતા. જે દેશ પાસે રો મટિરિયલ છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જો કે હાલ ભારત પાસે બંને વસ્તુઓ થઈ ગઈ છે. જેથી નેચરલ અને સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શન ભારત કરી રહ્યું છે. પ્રોડક્શન બાદ જે આખી પ્રોસેસ હોય છે. તેનું સેટ અપ પણ ભારત પાસે અગાઉથી જ હતું. જેથી આખી લિંક થઈ ગઈ છે. જેથી આવનાર દિવસોમાં ભારતના હીરાઉદ્યોગને ચોક્કસથી લાભ થશે. સુરતની વાત કરવામાં આવે તો 500 કરતાં વધારે મશીનો કાર્યરત છે. એક મશીન દર મહિને 35 કેરેટનો માલ પ્રોડક્ટ કરે છે. ધીમે ધીમે સિન્થેટિક ડાયમંડનો ઓર્ડરો આવવા માંડયા છે. જેથી વેપારીઓ યુનિટો નાખતા જાય છે. દિવસોમાં સુરત મોટા ગ્રોથ સાથે સુરત સિન્થેટિક ડાયમન્ડ ઇન્ટરનેશનલ લેવલ પર આગળ આવશે.