- અન્ય રાજ્યોમાંથી શાકભાજીની આવક બંધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- ટ્રાન્સપોર્ટરોના સ્વૈચ્છિક લોકડાઉનની અસર વર્તાય


- માર્કેટ યાર્ડમાં શાકભાજીની 20 ટકા આવક ઘટી


ગૌરવ દવે/રાજકોટ : રાત્રી કર્ફયુના કારણે અનેક ધંધા રોજગારને ફટકો પડયો છે. ત્યારે રાત્રી કર્ફ્યૂની ટ્રાન્સપોર્ટે પર વધુ સૌથી વધુ અસર થયેલ છે. જેના કારણે શાકભાજીના ભાવ પણ વઘ્યા છે. સૌથી વધુ લીંબુ મોંઘા દાટ છે. છેલ્લા કેટલાક સમયથી રાત્રી કર્ફયુના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ 20 ટકાથી વધુ માલની આવક ઘટી છે. અન્ય રાજયોમાંથી શાકભાજીની આવક બંધ થઇ ગઇ છે. 


રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 20 ટકાનો ઘટાડો થયો છે. લીંબુ, ગુવાર, વાલોળ, કારેલા, આદુ, મરચાનાં ભાવ વઘતા મોંધા થયા છે. ટમેટા, લીંબુની આવક બેંગ્લોર, મહારાષ્ટ્ર, ખેડાથી થાય છે. ત્યારે ઘીસોડા, કારેલા, ગુવારની ગુજરાતના તાલુકાઓમાંથી થાય છે. બટેટા પાલનપુર, ડીસાથી આવે છે. હાલ કોરોના મહામારી દેશભરમાં  આંતક મચાવી રહી છે. રોજ પરિસ્થિતિ બગડી રહી છે. ત્યારે સંક્રમીતની સંખ્યામાં મોટા પાયે વધારે થઇ રહ્યો છે. લોકો કોરોનાથી બચવા દેશી ઉપચાર તરફ વળ્યા છે. જેમાં લીંબુનો ઉપયોગ કરવાના અનેક નુસ્ખા સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આથી લીંબુનો ઉપાડ પણ વઘ્યો છે. હાલ લીંબુ પ્રતિ કિલો રૂ.150થી 200ના વેચાય છે. હોલસેલ ભાવ 1600 થી 2100 છે. આદુ પણ સ્વાસ્થય માટે નિરોગી ગણવામાં આવે છે. હોલસેલમાં આદુનાં ભાવ રૂ. 400-600, ગુવાર 400-600, મરચા 300-550માં વેચાયા હતા. હાલ સૌથી સસ્તા, રીંગણા, કોબીજ, ફલાવર, ભીંડો, દૂધી, ગાજર, બીટ, મેપી, મરચા, બટેટા, ટમેટા છે. કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટશે ત્યારે અન્ય રાજયોમાંથી શાકભાજીની આવક વધતા ભાવ ઘટશે હાલ ટ્રાન્સપોટેશનનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેની અસર શાકભાજીનાં ભાવ પર જોવા મળી રહી છે.


આ પણ વાંચોઃ Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, નવા કેસ અને મૃત્યુમાં ઘટાડો


લીંબુ-આદુની માંગ વધી
કોરોનાનાં કેસ વધતા લોકો ભર ઉનાળે પણ ઉકાળો અને કાવાનું સેવન કરી રહ્યા છે. જેમાં લીંબું અને આદુની માંગ વધી છે. લોકો કોરોનાથી બચવા દેશી ઉપચાર તરફ વળ્યા છે. જેને કારણે લીંબુની માંગમાં ઉછાળો આવ્યો છે. એટલું જ નહિં લીંબુનાં ભાવ 150 થી 200 રૂપીયા પ્રતિ કિલો સુધી છુટક બજારમાં લેવામાં આવી રહ્યા છે. આદુનાં ભાવ પણ ઉંચકાયા છે પ્રતિ કિલો 400 થી 600 રૂપીયા સુધી પહોંચ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube