Gujarat Elections 2022 : ગુજરાતમાં 8 ના ટકોરે ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે. મતદાન બૂથ પર મતદારોની લાઈન બતાવે છે કે, લોકોમાં કેવો ઉત્સાહ છે. ત્યારે રાજકારણના મહારથીઓ પણ સવારે વોટ કરવા નીકળી પડ્યા છે. ભાજપાના સ્ટાર ઉમેદવાર રીવાબા જાડેજાએ વહેલી સવારે મતદાન કર્યુ. જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબે જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યુ છે. રિવાબા જાડેજાએ મતદાન કેન્દ્ર પર પહોંચી મત આપ્યો હતો. જોકે, રીવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો, જેની પણ કાનાફૂસી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીવાબા જાડેદા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે. મત આપીને રીવાબા જાડેજાએ અપીલ કરી કે, શહેરીજનો મોટી સંખ્યામાં મતદાન કરે. જામનગરના લોકો પ્રત્યે મને સંપૂર્ણ વિશ્વાસ છે. જામનગર ઉત્તર બેઠક પર જંગી જીત થશે.    


વિજય રૂપાણી સરકાર વિજયી બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા પહોંચ્યા હતા. ભાજપની સાતમી વખત ગુજરાતમાં સરકાર બનવાનો વિજય રૂપાણીએ વિશ્વસ વ્યક્ત કર્યો હતો. તેઓએ રાજકોટની અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્ની અંજલિ રૂપાણી સાથે મતદાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીની ટિકિટ કાપી ડો. દર્શીતા શાહને ટિકિટ આપવામાં આવી હતી.   



દિવ્યેશ અકબરીએ માતાજીના દર્શન કરીને વોટ આપ્યો
જામનગરમાં ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી માતાજીના દર્શન કરી મતદાન કરવા માટે નીકળ્યા હતા. રણજીતનગર ખાતે પોતાના નિવાસ્થાન ખાતે માતાજીના દર્શન કરી અને વડીલોના આશીર્વાદ મેળવી મતદાન મથક ખાતે જવા રવાના થયા હતા. દિવ્યેશ અકબરી જામનગર શહેરની 79 જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર છે. જામનગર દક્ષિણ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે ઉમેદવાર દિવ્યેશ અકબરીએ જામનગર દક્ષિણ બેઠક પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ આજે શહેરીજનોને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચે તેવી અપીલ કરી હતી. 


છોટુ વસાવાએ કર્યુ મતદાન
ઝઘડિયાના ધારાસભ્ય અને વિધાનસભાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ મતદાન કર્યું. છોટુ વસાવાના વતન ધારોલીના મતદાન મથક ખાતે મતદાન મથકમાં તેઓએ મતદાન કર્યું. તો ઝઘડિયા વિધાનસભાના ભાજપાના ઉમેદવાર રીતેશ વસાવાએ પણ વતન વલી ગામના મતદાન મથક ખાતે મતદાન કર્યું. 


ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે  પોતાના ગામ જૂની સાંકળી ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. તેઓ માતા પૂર્વ મંત્રી જસૂમતીબેન કોરાટની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર કુળદેવી સોમનાથ મહાદેવ તેમજ માતા પિતાના આશીર્વાદ લઈને પોતાના માદરેે વતન કાજલી ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલુ જ નહિ, તેઓએ મતદાન કેન્દ્ર પર વયોવૃદ્ધ મતદાર ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. મતાધિકારનો ઉપયોગ કરી વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો. સાથે જ શાંતિપૂર્ણ અને સહદ સભર વાતાવરણમાં જંગી મતદાન કરવા દરેક મતદારો અને કાર્યકરોને અપીલ કરી.