મુસ્તાક દલ/જામનગર :ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ પ્લેયર હરમીત રાજુલ દેસાઈને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે. હાલારનું હિર અને જામનગર તેમજ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા જામનગરના પનોતા પુત્ર અને ભારતીય યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થતા રવિન્દ્ર જાડેજાના પરિવાર અને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થયેલ રવિન્દ્ર જાડેજાના ધર્મપત્નિ રીવાબા જાડેજાએ ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, તેમના પરિવાર માટે ખૂબ જ ખુશીનો અવસર છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાએ જામનગરનું અને રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. જ્યારે ભારત સહિત વિશ્વની જનતાએ ક્રિકેટ ક્ષેત્રે રવિન્દ્ર જાડેજાને આ ઝળહળતી સિદ્ધિ આપવા બદલ તમામ ક્રિકેટ રસિકોનો પણ આભાર વ્યકત કર્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



જામનગર ખાતે એક એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિન્દ્ર જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે તે બદલ તેમના પરિવાર અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. 


જામનગરનું હીર અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને આ વખતે અર્જુન એવોર્ડ મળે તે માટે તેમનું નામ બીસીસીઆઇ દ્વારા પસંદ કરીને મોકલી આપવામાં આવ્યું હતું. રવિન્દ્ર સહિત કુલ ચાર નામો મોકલવામાં આવ્યા હતા. જેમાંથી રવિન્દ્ર જાડેજાનું નોમિનેશન અર્જુન એવોર્ડ માટે કરવામાં આવ્યું છે. આ એવોર્ડ દેશમાં જુદા જુદા રમતગમત ક્ષેત્રોમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપનાર ખેલાડીઓને મળતું હોય છે. ત્યારે રવિન્દ્ર જાડેજાની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરવામાં આવે તો ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ખૂબ શાનદાર પર્ફોર્મન્સ રવિન્દ્ર જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને તાજેતરમાં જ યોજાયેલા વર્લ્ડ કપના સેમીફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની યાદગાર ઈનિંગ રમી અને શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતું. જે અવસરે સૌ કોઈ ક્રિકેટ રસિકોનું દિલ જીતી લીધું હતું.