રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ (RMC Election Result) જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરી સત્તા કબજે કરી લીધી છે. તો કોંગ્રેસનું પરિણામ 2015ની ચૂંટણી કરતા પણ વધુ ખરાબ રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડની 72 બેઠકોનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ 68 સીટો કબજે કરી લીધી છે. તો કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટ આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ભાજપનો સપાટો
રાજકોટ મહાનગર પાલિકામાં પોતાના પ્રદર્શનથી ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ફટાકડા ફોડી, મિઠાઈ વેંચી ઉજવણી કરી રહ્યાં છે. તો કોંગ્રેસના કાર્યાલયમાં સોંપો પડી ગયો છે. કોંગ્રેસનું પ્રદર્શન 2015ની ચૂંટણી કરતા પણ ખરાબ રહ્યું છે. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. તો આ વખતે માત્ર ચાર સીટો મળી છે. 


આ પણ વાંચોઃ આજે ગુજરાતમાં ભાજપની દિવાળી, રૂપાણી બોલ્યા- ગુજરાત મક્કમ ભાજપ અડીખમ


રાજકોટના 18 વોર્ડના પરિણામ જુઓ, કોને કઈ સીટો મળી


વોર્ડ નમ્બર 1 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 2 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 3 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 4 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 5 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 6 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 7 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 8 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 9 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 10 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 11 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 12 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 13 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 14 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 15 માં કોંગ્રેસની પેનલ


વોર્ડ નમ્બર 16 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 17 માં ભાજપની પેનલ


વોર્ડ નમ્બર 18 માં ભાજપની પેનલ


રાજકોટ વોર્ડ નંબર 15માં કોંગ્રેસ જીતી
રાજકોટમાં માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસને પેનલને જીત મળી છે. આ સિવાય 17 વોર્ડમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ચૂંટાયા નથી. તો અપક્ષ અને અન્ય પાર્ટીઓને પણ રાજકોટમાં સફળતા મળી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube