વિપુલ બારડ/ભાવનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના સ્વપ્ન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી(Ro-Ro Ferry) આમ તો શરુ થઇ ત્યારથી જ અનેક વિવાદો, સંઘર્ષો વચ્ચે શરુ થી હતી અને બંધ થવાના વાંકે ચાલી રહી હોય તેમ હતું ત્યારે હવે રોરો ફેરીના સંચાલકો દ્વારા જાહેરાત કરી અને રોરો ફેરી ને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન(Prime Minister) જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના લોકોનું સ્વપ્ન રોળાઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતને જોડતી દરિયાઈ સેવા અને જેનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું હતું, 2012માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે તેમને આ યોજનાનું ખાતમુર્હત કર્યું હતું. અને ૧૫ મહિનામાં આ કામ પૂરું કરવાનું જે તે કંપનીને કામ આપવામાં આવ્યું હતું, જો કે વારંવાર તારીખો આપવામાં આવી અને ચાર વર્ષે આ સેવા શરુ થઈ હતી.


આતંકી યુસુફ શેખની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જેહાદથી મોકલાયેલા લાખોના ટેરર ફંડથી હથિયાર ખરીદ્યા હતા


296 કરોડનો આ પ્રોજેક્ટ આખરે 600 કરોડ કરતા વધુ રકમના બજેટ સુધી પહોચી ગયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22/1૦/17ના રોજ પેસેન્જર ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી હતી તે પણ ડચકા ખાતા ખાતા ચાલતી હોય તેમ અનેક બહાના હેઠળ દિવસો સુધી બંધ રહેતી હતી. જો કે ત્યાર બાદ રોપેક્ષ ફેરી સેવા ચાલુ કરવામાં આવી પરંતુ તેમાં પણ ટેકનીકલ કારણોસર કે, ભૌગોલિક કારણોસર અનેકવાર આ ફેરી સેવા બંધ રહી છે.


આ પહેલા પણ દરિયામાં પાણીનો પુરતો ડ્રાફ્ટ નહિ મળવાના બહાના હેઠળ ફેરી અનેકવાર બંધ રહી ચુકી છે. દરિયામાં ઊંડી ચેનલ બનાવવા ડ્રેજીંગનો કરોડોનો કોન્ટ્રકટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ આખરે બધું જેમનું તેમ જ ડ્રેજીંગ કરી માટી ત્યાની ત્યાજ જ નાખાવામાં આવતા પરિસ્થિતિ તે જ રહેતી, જો કે આમ છતાં પણ ફેરી ચાલુ રાખવામાં આવી હતી અને દરિયાના પાણીના કાદવના કારણે ફેરી એકવાર અધવચ્ચે ખોટકાઈ હતી. અને મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. 


ઉના : દીકરીની નજર સામે જ પિતાનું મોત, ડ્રાઈવિંગ શીખવાડી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરે મારી ટક્કર


ફેરી ચલાવવા માટે પાણીમાં 5 થી 8 મીટરનો ડ્રાફ્ટ મળવો જોઈએ જે ન મળતા ફેરી ચલાવવી મુશ્કેલ છે. આ દરિયાઈ વિસ્તારે ખંભાતનો ખાત છે અને અહીયા નર્મદા, તાપી, સાબરમતી, મહી, વિશ્વામિત્રી જેવી ૩૮ જેટલી નદીઓના પાણી આવે છે અને જેમાં મોટી માત્રામાં કાંપ તણાઈને આવતો હોય છે એટલે પાણીમાં જે ઊંડાઈ મળવી જોઈએ તે મળતી નથી. ફેરીના સંચાલકોએ હાલ દહેજ ખાતે નર્મદા નદીમાં આવી રહેલ સતત પાણીમાં કાંપ અને માટી ઢસડાઈને આવતા દહેજ ખાતે ફેરી સર્વિસ માટે દરિયામાં પુરતી ઊંડાઈનું પાણી ન મળટુ હોવાનું જીએમબીના અધિકારીઓને પત્ર લખી જણાવી અને આ ફેરી 24 સપ્ટેમ્બર 2019 એટલે કે આજથી અનીચ્ષિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.


ફેરી સર્વિસ બંધ થવાના કારણે હાલ ભાવનગર થી દહેજ પોતાના ટ્રક, ટેન્કર મોકલતા વેપારીઓ તેમજ ટ્રાવેલ્સ સંચાલકોને ફેરી સર્વિસ કોઈ આગોતરી જાણ વિના જ બંધ કરી દેવતા તેમના ઓર્ડરો અટવાઈ ગયા છે. ફેરી સર્વિસના કારણે ડીઝલ, સમય અને નાણાનો બચાવ થતો હતો. જે બંધ થતા શીડ્યુલ અટવાઈ ગયા છે. તેમજ હાલ દિવાળીના તહેવારો આવી રહ્યા છે, સુરત રહેતા લોકોએ ગતવર્ષે દિવાળીના સમયે રોરો ફેરીનો ભરપુર લાભ લીધો હતો માટે દિવાળી પહેલા આ ફેરી સર્વિસ ચાલુ કરવાની માગ ઉઠી છે.


જુઓ LIVE TV :