કેતન બગડા, અમરેલી : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે એની સામે લડવા માટે તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે પાડોશી જિલ્લા રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથની સાથે જોડાયેલા રસ્તા બંધ કરાશે. આ રસ્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંધ કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત જિલ્લાના માર્ગ  અને ગાડા રસ્તા પણ બંધ કરાશે. આ આયોજનને જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ આપી છે અને પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો. જેમાં આજે ગુજરાતમાં નવા 78 કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં ફરી એક વખત અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતાં. જોકે આજે વધુ સુરતમાં 38 કેસ નોંધાયા છે. 


આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પ્રમાણે 12 લોકો સાજા થઇને ઘરે ગયા છે અને 3 લોકોના આજે મોત થયાં છે. ડિસ્ચાર્જ થનાર વ્યક્તિઓમાં ભાવનગરમાં 92 વર્ષીય દર્દીનો પણ સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube