પોલીસની નજર સામે ડાકોરમાં અન્નકૂટની લૂંટ, 85 જેટલા ગામને મળ્યું હતું લૂંટનું આમંત્રણ
નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં 151 મનનો અન્નકૂટ ભગવાન સામે ધરાવામાં આવે છે અને તેને લૂંટવાનું આમંત્રણ આપવામાં આવે છે.
નચિકેત મહેતા, નડીયાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં આગળ ભગવાન રાજા રણછોડને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારબાદ મંદિર દ્વારા આમંત્રણ આપેલા 85 જેટલા ગામના લોકો આ અન્નકૂટતા હોય છે.
નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં 151 મનનો અન્નકૂટ ભગવાન સામે ધરાવામાં આવે છે અને તેને લૂંટવાનું આમંત્રણ આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી આ પ્રથામાં આજે વહેલી સવારે ભગવાન રાજા રણછોડની મંગળા આરતી બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યા હતા.
બપોરના સમયે ભગવાનનું મંદિર બંધ કરી અંદરના ભાગે ભગવાનની સન્મુખ સેવકો દ્વારા અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. આ અન્નકૂટની સામગ્રીની વાત કરીએ તો બુંદી ભાત અને અલગ અલગ અનેક મીઠાઈઓ સાથે સાથે ભગવાનને ધરાવામાં આવતો જે રાજભોગ છે તે પીરસવામાં આવે છે. અગાઉથી જ મંદિર દ્વારા આજુબાજુના 85 જેટલા ગામના લોકોને આ અંકુટ પ્રસાદી લૂંટવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. તો આજના દિવસે આજુબાજુના 85 જેટલા ગામના લોકો પોતાનો હક સમજી આ અન્નકૂટ હોશે હોશે લૂંટી જતા હોય છે અને પોતાના સગા વાલે પ્રસાદી સ્વરૂપે મોકલતા હોય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube