સુરતમાં પોલીસ સ્ટેશનની સામે ભર બપોરે કરોડોની લૂંટ, પોલીસ પેઢીના માલિકને શોધે છે!
શહેરના વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ભર બપોરે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ ફોર્ચ્યુનર ગાડી લઇને આવ્યા હતા. વીઆઇપી લૂંટારૂઓએ આંગડીયા પેઢીમાંથી 2 કરોડ રૂપિયાથી વધારેની લૂંટ કરી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા પોલીસ સફાળી જાગી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર સુરતમાં નાકાબંધી કરવામાં આવી હતી.
સુરત : શહેરના વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ભર બપોરે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ ફોર્ચ્યુનર ગાડી લઇને આવ્યા હતા. વીઆઇપી લૂંટારૂઓએ આંગડીયા પેઢીમાંથી 2 કરોડ રૂપિયાથી વધારેની લૂંટ કરી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા પોલીસ સફાળી જાગી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર સુરતમાં નાકાબંધી કરવામાં આવી હતી.
સુત્રો અનુસાર લૂંટારૂઓ ફોર્ચ્યુનર કાર લઇને આવ્યા હતા. 7થી8 જણા હતા. રિવોલ્વર જેવું હથિયાર લઇને તેઓ આંગડીયા પેઢીમાં ઘુસ્યા હતા. કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને રૂપિયા ભરેલા ત્રણ થેલા લઇને ફરાર થઇ ગયા હતા. આ આંગડીયા પેઢી હજી 15-20 દિવસ પહેલા જ અહીં ચાલુ થઇ હતી. જો કે હાલ તો આંગડીયા પેઢી ખાતે માલિક કે કર્મચારી કોઇ પણ હાજર નહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે આશ્ચર્યજનક બાબત છે કે, માલિક કે કર્મચારી કોઇ પણ ઘટના સ્થળે હાજર નથી. આ ઉપરાંત કોઇ પ્રકારની ફરિયાદ પણ નહી થતા પોલીસ પણ હાલ અવઢવમાં પડી છે. પોલીસ હાલ તો આંગડીયા પેઢીના કર્મચારીઓ અને માલિકને શોધી રહી છે. લૂંટની વાતને સમર્થન નહી મળતા પોલીસ પણ ગોથે ચડી છે.