જયેશ ભોજાણી/ગોંડલ : શહેરના નાગડકા રોડ ઉપર કોટન સ્પિન મીલના એકાઉન્ટન્ટનું બાઈક રોકી ધાક ધમકાવી બે શખ્સોએ રોકડા રૂ. 3 લાખ અને બાઇકની લૂંટ ચલાવતા પોલીસે હરકતમાં આવી નાકાબંધી કરી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નાગડકા રોડ ઉપર આવેલ હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી (રહે. બંધિયા) વાળા પોતાના સ્પેલન્ડર બાઈક GJ03 HQ 0618 ઉપર સ્પીનીગ મીલના રૂ. 3 લાખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા ત્યારે નાગડકા રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ તેમને રોકી ધોકો બતાવી ધાક ધમકીઓ આપી રોકડા રૂપિયા તેમજ બાઈક ની લૂંટ ચલાવી નાશી જતા પોલીસ ફરિયાદ નોંધાવતા સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2070 સુધી ભાજપ છે, અમારો વારો આવ્યો એમ તમારો પણ આવશે: મુખ્યમંત્રી


બનાવ અંગે રાઘવ કોટન સ્પિન ના માલિક હિતેશભાઈ ગજેરા એ જણાવ્યું હતુ કે ભાવિન માયાણી છેલ્લા ચાર વર્ષથી નોકરી કરી રહ્યા છે અને રોજિંદા રોકડા નાણાં અને બેન્કિંગ વહીવટ નું કામ કરતા હતા આજે જ્યારે તેઓ બેન્કમાંથી રોકડા રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ભાવિનભાઈએ બાઈક ન રોકતા ધક્કો મારી પછાડી લૂંટ ચલાવી હતી. લૂંટ ના બનાવના પગલે સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો ઘટના સ્થળ નેશનલ હાઇવે થી નજીક હોય નાકાબંધી કરી લૂંટારુઓ ને ઝડપવા ચક્રોગતિમાન કરાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube