ગુજરાતના જે દરિયાઈ માર્ગોથી આતંકીઓ આવી શકે તે તમામ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
પુલવામા આતંકી હુમલાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. દેશભરમાં એક જ માંગ છે કે, 44 જવાનોના મોતનો બદલો લેવામાં આવે. ત્યારે ગુજરાતમાં પણ હુમલો થાય તેવા આઈબીના મેસેજ છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઈબીના ઈન્ટેલિજન્સ બ્યૂરોને મળી છે. ત્યારે હાલ સમગ્ર ગુજરાતમા સુરક્ષા સઘન બનાવાઈ છે. પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની સરહદ પણ ચુસ્ત બનાવાઈ છે. તો બીજી તરફ, ગુજરાતના દરિયાઈ માર્ગો પર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યુ છે.
ગુજરાત : પુલવામા આતંકી હુમલાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. દેશભરમાં એક જ માંગ છે કે, 44 જવાનોના મોતનો બદલો લેવામાં આવે. ત્યારે ગુજરાતમાં પણ હુમલો થાય તેવા આઈબીના મેસેજ છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઈબીના ઈન્ટેલિજન્સ બ્યૂરોને મળી છે. ત્યારે હાલ સમગ્ર ગુજરાતમા સુરક્ષા સઘન બનાવાઈ છે. પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની સરહદ પણ ચુસ્ત બનાવાઈ છે. તો બીજી તરફ, ગુજરાતના દરિયાઈ માર્ગો પર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યુ છે.
ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. 1600 કિલોમીટર દરિયા માટે મરીન પોલીસની ત્રણ પેટ્રોલિંગ બોટથી દરિયામાં સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. તેમજ ફિશિંગમાં જતી અને પરત ફરતી બોટોનું પણ ચેકિંગ વધારી દેવાયું છે. અરબી સમુદ્રમાં સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. પોરબંદર જિલ્લાની જરિયા પટ્ટીના માધવપુર તરફના વિવિધ ગામો પર મરીન પોલીસનો કાફલો ખડકાઈ દેવાયો છે. જેમાં ઓડ, ગોસાબારા, માધવપુર, નવી બંદર તેમજ હરસદ તરફના રાતડી, વિસાવાડા, મિયાણી કુછડી જેવા ગામો સામેલ છે.
તો બીજી તરફ, મુંબઈના 1992ના બ્લાસ્ટમાં વપરાયેલ આરડીએક્સ, ગુજરાતના ગોસાબારાના જે દરિયાઈ માર્ગથી લાવવામાં આવ્યો હતો તેની આસપાસના લેન્ડીંગ પોઈન્ટ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે. પુલવામાં હુમલા બાદ ગુજરાતમાં આતંકી હુમલો કરવાના આઈબીને મળેલા ઇનપુટ ના આધારે ગુજરાતના દરેક ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ની પણ સુરક્ષા વધારી દેવાઈ છે.