અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કૌભાંડીઓએ માજા મુકી છે. કૌભાંડીઓ એવા એવા કાંડ કરે છે અને લોકોને છેતરે છે જેની કલ્પના પણ ન કરી શકાય. સાબરકાંઠા અને અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રોકાણકારોને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયો છે. ગુજરાતની સાથે રાજસ્થાનના લોકોને પણ એકના ડબલના નામે લોકોને લૂંટનારા ઝાલાએ 6 હજાર કરોડનું ફેલેકું ફેરવ્યું છે....BZ નામની કંપની બનાવી કેવી રીતે લોકોને છેતર્યા?...કેવા હતા તેના નેતાઓ સાથે સંબંધ?, જુઓ રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર કરોડોના કૌભાંડનો આ ખાસ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતમાં કૌભાંડથી હાહાકાર
ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ એક કૌભાંડથી હાહાકાર મચી ગયો છે. ગુજરાત અને રાજસ્થાનના લોકો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે. કારણ કે પોતાની મહેનતની જે કમાણીનું રોકાણ તેમને BZ નામના ગ્રુપમાં કર્યું હતું તે ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા 6 હજાર કરોડનું ફેલેકું ફેરવીને ફરાર થઈ ગયો છે...BZ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પાડીને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે...પરંતુ ભૂપેન્દ્ર ઝાલા હજુ સુધી હાથ લાગ્યો નથી...


લાલચો આપી લોકોને છેતર્યા
કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે, કંઇક આવો જ ઘાટ હાલ ઘડાયો છે. ભાજપ નેતા ભૂપેન્દ્ર ઝાલાએ એવું ફેલેકું ફેરવ્યું છે કે રોકાણકારો પાસે હવે પછતાવા સિવાય કંઈ બચ્યું નથી...ભાજપના નેતા અને BZના માલિક ભૂપેન્દ્ર ઝાલાએ કોઈને નથી છોડ્યા...લોકોને જાતભાતને લાલચ આપીને શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મી, નિવૃત કર્મચારીઓને લૂંટ્યા છે...તો આ મામલે હવે ભાજપે પોતાના હાથ ઉચ્ચા કરી દીધા છે. BZના કૌભાંડ પર સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખની આ પ્રતિક્રિયા તમે સાંભળો...


વ્યાજની લાલચમાં લોકો છેતરાયા
તમારી સ્કીમ બધાથી અલગ અને શાનદાર હોય તો ગ્રાહકો સામેથી આવતા હોય છે. ભૂપેન્દ્ર ઝાલા એક વર્ષમાં 36 ટકા વ્યાજની લાલચ લોકોને આપતો હતો...આટલું વ્યાજ કોઈ બેંક કે SIPમાં પણ નથી મળતું...પરંતુ BZમાં ગ્રાહકોને આકર્ષવા માટે ગિફ્ટ પણ અપાતી હતી...જે લોકો ઈન્વેસ્ટ કરે તેને મોબાઈલ, ટીવી સહિતની વસ્તુઓ અપાતી હતી...તો એજન્ટોને પણ મોટું ઈન્સેટીવ અપાતું હતું...જો કોઈ BZમાં 5 લાખનું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ, 10 લાખનું રોકાણ કરે તો ગોવાની ટ્રીપ...આમ આવી લોભામણી સ્કીમો આપી લોકોને છેતરવાનો ધંધો ભૂપેન્દ્ર ઝાલા અને તેમની કંપની કરતી હતી...6 હજાર કરોડનું કૌભાંડ કરનારો ઝાલાનું જીવન વૈભવી હતું...અને કેવું વૈભવી એ ઝી 24 કલાકની ટીમ જ્યારે તેના ગામમાં પહોંચી ત્યારે ખબર પડી.


કેવી અપાતી હતી લાલચ? 
એક વર્ષમાં 36 ટકા વ્યાજની લાલચ લોકોને આપતી હતી
BZમાં ગ્રાહકોને આકર્ષવા માટે ગિફ્ટ પણ અપાતી હતી
ઈન્વેસ્ટ કરે તેને મોબાઈલ, ટીવી સહિતની વસ્તુઓ અપાતી હતી
એજન્ટોને પણ મોટું ઈન્સેટીવ અપાતું હતું
5 લાખનું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ
10 લાખનું રોકાણ કરે તો ગોવાની ટ્રીપ


ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી BZ નામની કંપનીએ ધીરે ધીરે ગુજરાત અને રાજસ્થાનને પોતાના કબજામાં લીધું...હવે તમે BZની ઓફિસો ક્યાં ક્યાં આવેલી છે તે પણ જાણી લો....નંબર-1  ઓફીસ નં-05, ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ, રણાસણ, સાબરકાંઠા, નંબર-2, વ્યાપાર ભવન કોમ્પ્લેક્ષ, બહુમાલી પાસે હિંમતનગર, નંબર-3, અક્ષર આર્કેડ, ટી.બી.રોડ, વિજાપુર, નંબર-4, સંસ્કૃતી કોમ્પલેક્ષ સહયોગ ચાર રસ્તા, મોડાસા, નંબર-5,  શ્રીજી કોમ્પેક્ષ, ગોકુલ હોટલની સામે, માલપુર, અરવલ્લી અને નંબર-6  વ્હાઇટ હાઉસ, સેકટર-11, ગાંધીનગર...હવે આટલું મોટું સામ્રાજ્ય ઉભુ કંઈ એમ જ ઉભુ ન થાય...ત્યારે જોવું રહ્યું કે, આ મહાશય ક્યારે પકડાય છે અને તપાસમાં શું સામે આવે છે?.