નવી દિલ્હીઃ તાજેતરના જ ચાર દિવસના યુરોપના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી જ્યારે બ્રિટન પહોંચ્યા હતા ત્યારે આયોજકો તરફથી ફાળો એકઠો કરવા માટે અમેરિકાની પદ્ધતિ અપનાવાઈ હોવાની વાત બહાર આવી છે. ઝી ન્યૂઝના અંગ્રેજી અખબાર ડીએનએના રિપોર્ટ અનુસાર મોટા ઉદ્યોગપતિઓ અને પત્રકારોને રાહુલ ગાંધી સાથે વાતચીત માટે જમવાના ટેબલની એક સીટ માટે વ્યક્તિ દીઠ 900 પાઉન્ડ (લગભગ રૂ.82 હજાર) વસુલવાની વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાબતને અમેરિકન સ્ટાઈલમાં ફાળો એકઠો કરવાની પદ્ધતિ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, રિપોર્ટ પ્રમાણે પાર્ટીના અંદર આ કારણે નારજગી જોવા મળી રહી છે, કેમકે, આ પ્રકારનો ફાળો એવા કાર્યક્રમ માટે એકઠો કરાયો હતો, જેમાં પક્ષના અધ્યક્ષ મુખ્ય વક્તા હતા. સૂત્રોના અનુસાર કોંગ્રેસ આ પ્રકારના આયોજન માટે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઈઓસી)થી નારાજ છે. 


આઈઓસી સામે સવાલ ઉઠ્યા 
આ અંગે એક સૂત્રએ જણાવ્યું કે, પત્રકારો, ઉદ્યોગપતિઓ અને હાઈ-પ્રોફાઈલ લોકોથી ભરેલા કાર્યક્રમમાં જો કોઈને આયોજનની વાસ્તવિક પ્રકૃતિ અંગે ખબર ન હોય તો આ કોઈ સારો વિચાર નથી. હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષના બ્રિટન અને જર્મનીના ચાર દિવસના પ્રવાસ દરમિયાન આઈઓસી તરફથી આ પ્રકારની કોઈ ભૂલ થવાના સંદર્ભમાં કહેવાયું છે. 


સૂત્રોના અનુસાર તેમાં જે સૌથી મોટી ચૂક જોવા મળી, તેના અંતર્ગત એક એવા કાર્યક્રમની યોજના બનાવાઈ, જેને ભારતના કન્ઝરવેટિવ મિત્રો તરફથી આયોજિત કરાયો હતો. આ એક એવી ઓવરસીઝ બોડી છે, જેવિચારધારાના સ્તરે ભાજપની નજીક દેખાય છે. 


આઈઓસીના અધ્યક્ષ કમલ ધાલીવાલની દેખરેખ હેઠળ આ આયોજન થવાનું હતું અને તેના આયોજક બેરોનેસ વર્મા હતા. વર્માને કેનદ્રીય મંત્રી અરૂણ જેટલીના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. 24 ઓગસ્ટના આ પ્રસ્તાવિત કાર્યક્રમ માટે નિમંત્રણ પણ મોકલવામાં આવી ચૂક્યા હતા. જોકે, અણીના સમયે જ તેને એ સમયે કેન્સલ કરવામાં આવ્યો, જ્યારે ભારતીય મૂળના લેબર પાર્ટીના સાંસદ કીથ વાઝ અને વીરેન્દ્ર શર્માએ આ જ સ્થળે હાઉસ ઓફ કોમન્સમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 


આ પ્રકારના એક અન્ય આયોજનમાં મનોજ લાડવાની હાજરીમાં પક્ષના અંદર પ્રશ્નો પેદા થયા હતા. મનોજ લંડનમાં વકીલ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ફાળો એકઠો કરવાના અભિયાન સાથે પણ જોડાયેલા રહ્યા છે. મનોજે એ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને બે પ્રશ્નો પુછ્યા હતા - પ્રથમઃ શું તમારો પક્ષ એનઆરસી સાથે સહમત છે અને બીજોઃ શું તમે માનો છો કે ભારતે સીમાપાર સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. 


આ જ રીતે, યુકે મેગા કોન્ફરન્સના આયોજનમાં ખાલિસ્તાન સમર્થક એક વ્યક્તિએ કાર્યક્રમ સ્થળમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે નારાજગી વ્યક્ત કરતા એક સુત્રએ જણાવ્યું કે, આ પ્રકારની ચૂકને કારણે પક્ષને સંભવિત આંતરરાષ્ટ્રીય દાન દાતા તરફથી રાજકીય ફંડિંગની દૃષ્ટિએ પણ મોટું નુકસાન થઈ શકે છે.