વધતા જતા અકસ્માતો અટકાવવા મહેસાણા RTO ની પહેલ, બેફામ વાહન હાંકતા 184 લોકોના લાઈસન્સ સસ્પેન્ડ
તેજસ દવે, મહેસાણાઃ દિન-પ્રતિદિન ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધતા જતા અકસ્માતોના બનાવોને અટકાવવા માટે મહેસાણાના આરટીઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં આરટીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોની બેદરકારી સામે આટીઓએ કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. જેને પગલે હવે વાહનચાલકો પણ સતર્કતા રાખતા થયા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં વાહન અકસ્માતની સંખ્યા માં વધારો નોંધાયો છે તેમાં પણ જીવલેણ અકસ્માતની સંખ્યા ચિંતાજનક એ વધી રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા જીવલેણ અકસ્માતમાં છેલ્લા દોઢેક વર્ષમાં 184 વાહનચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને લઇ તેટલા લાઇસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Kim Kardashian એ છૂટાછેડાના ન્યૂઝ વચ્ચે પડાવ્યા એવા ફોટા કે, તમે પણ જોઈને કહેશો અરે બાપ રે..!!
આ અંગે મહેસાણા જિલ્લાના આરટીઓ જે કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે મહેસાણા તથા અન્ય જિલ્લામાં જીવલેણ અકસ્માત સર્જનારા મહેસાણા પંથકના વાહન ચાલકોની બેદરકારીને ધ્યાનમાં લઇ પોલીસ તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ભલામણ કરતી હોય છે જે મુજબ આ RTO દ્વારા જીવલેણ અકસ્માત સર્જનાર બેદરકાર વાહનચાલકોને લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે.
Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube