ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. તેથી આ સંક્રમણ અટકાવવા માટે અમદાવાદના તંત્ર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે વધુ એક નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. તકેદારીના ભાગરૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ
શહેરમાં પ્રવેશ માટે ઈચ્છતા તમામ વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેને જ પ્રવેશ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે. 5 મેથી આ જાહેરનામાનો અમલ થશે. 5 મેથી રોજ શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR test) કરાવવાનો રહેશે નહિ તે મુજબનો નિર્ણય કરાયો છે.  પરિપત્ર મુજબ, અન્ય રાજ્યોમાઁથી ગુજરાતમાં આવવા ઈચ્છતા વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર છે. જેનો અમલ કરાવવાની સૂચના આપવામાં આવી
છે.  


તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 5 એપ્રિલની પ્રેસનોટ રદબાતલ કરવામાં આવે છે અને 27 માર્ચના હુકમનું પાલન કરવાનું રહેશે. 5 એપ્રિલે પોતાનો જ નિર્ણય એએમસીએ રદ કર્યોછે.