અમદાવાદ/અર્પણ કાયદાવાલા : તાજેતરમાં જ શહેરના પાંજરાપોળ ખાતે BRTS બસ અકસ્માતમાં બે સગા ભાઇઓના કરૂણ મોત નિપજ્યા હતા. જેને લઈને લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો છે. આ ઘટના પછી પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat) બીઆરટીએસના રૂટમાં અકસ્માતની ઘટનાઓ બની છે. આ સંજોગોમાં જનાક્રોશ પછી તંત્ર સફાળું જાગ્યું છે અને બીઆરટીએસ વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીને કેટલાક નિયમોની ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદ-સુરતમાં તાજેતરમાં થયેલા અકસ્માત અને તેના પગલે રચાયેલી ‘અકસ્માત નિવારણ માટેની કમિટી’ની રચના પછી અમદાવાદ શહેરના બી.આર.ટી.એસ રૂટના સંભવિત અકસ્માત ઝોન જેમ કે, અંજલી ચાર રસ્તાથી વાળીનાથ ચોક સુધીના BRTS રુટનું પ્રદિપસિંહ જાડેજાએ તાજેતરમાં સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય સહિત કમિટીના તમામ સભ્યો અને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીઆરટીએસની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર, ટ્રાફિક જેસીપી જે.આર.મોથલીયા ઉપરાંત BRTSના અન્ય અધિકારીઓ પણ હાજર હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે BRTS રૂટ શહેરમાં 100 કિ.મી.થી વધુનો રૂટ છે અને આ રૂટમાં 225 BRTS બસ, 350 AMTS અને 1500 ST બસ દોડે છે.


BRTS દ્વારા લેવાયેલા પાંચ મહત્વના નિર્ણયો
1. BRTS ની તમામ બસમાં સ્પીડ ગવર્નર ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી 206મા ઓટોમેટિક અને 49મા મિકેનિકલ સિસ્ટમ ફિટ કરવામાં આવેલી છે. આ સંજોગોમાં ઓવર સ્પીડિંગનો પ્રશ્ન નથી. જો તેની સાથે કોન્ટ્રાકટર દ્વારા છેડછાડ કરવામાં આવશે તો તેને 1 લાખનો દંડ કરવામાં આવશે. આ સંજોગોમાં સ્પિડ 50 કિમીથી નહીં વધે.
2. ડ્રાઈવરની તાલીમ વધુ સઘન બનાવાશે. વ્યવસ્થાનો વધુ કડક અમલ થશે.
3. ચાલકની વર્તણુક અંગે પણ સુધારો કરવામાં આવશે. સીટ બેલ્ટ, બસમાં ફોન વાપરવો, સિગ્નલ ભંગ કરવું વગેરેમાં સુધારો કરવામાં આવશે. જો તેનો અમલ નહિ થાય તો ટ્રાફિક પોલીસના નવા દંડ કરતા 10 ગણી રકમની પેનલ્ટી કોન્ટ્રાકટરને કરવામાં આવશે. બસના ડ્રાઇવરે મોબાઈલ વગર જ બસ ચલાવવાની રહેશે.
4. સામાન્ય અકસ્માતનું પણ ઓડિટ કરવામાં આવશે. સામાન્ય અકસ્માતના કિસ્સામાં પણ કોન્ટ્રાકટરને મોટો દંડ કરવામાં આવશે. 
5. 319 રોડ અકસ્માતના શહેરના આંકડામાં ફક્ત 9 કેસ BRTS ના કેસ છે. જેમાંથી 5 કેસ અન્ય વાહનો કોરીડોરમાં આવવાના કારણે થયા છે.


કડક કાર્યવાહી
આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે નક્કી કરવામાં આવેલા વાહનો સિવાયના જે વાહનો BRTS કોરિડોરમાં આવે છે તેમની સામે કાર્યવાહી વધારે સઘન રીતે કરવામાં આવશે. નવા નિયમો હેઠળ મોટો દંડ ફટકારવામાં આવશે. નવા નિયમ પ્રમાણે કરવામાં આવે જ છે. 2 અને 3 વ્હીલર માટે 1500 રૂ.ના, લાઇટ મોટર વ્હીકલ માટે 3000 રૂ.ના અને મોટા વાહનો માટે 5000 રૂ.ના દંડની જોગવાઈ છે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...