દેવ ગોસ્વામી/ હિંમતનગર: હિંમતનગરના ભાલેશ્વર વિસ્તારમાં મોડી રાત્રીના એક કાર 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચી ગયા હતા અને કારમાં સવાર યુવાનોને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા. કારમાં સવાર બંને ઘાયલ યુવાનોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"182983","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરમાં એક જ દિવસમાં બેં લુંટની ઘટના સામે આવી છે. જેમાં એક ઘટનામાં હિંમતનગરના ભાલેશ્વર વિસ્તારમાં મોડી રાત્રીના એક કાર 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં એક કાર હિંમતનગરના ભાલેશ્વર વિસ્તાર પાસેથી પસાર થઇ રહી હતી તે દરમિયા તેમની પાછળ 3 બાઇક સવાર હુમલાખોરો પડ્યા હતા. આ 3 બાઇક સવારોએ કાર ચાલક પર હુમલો કરી ગાડીના કાચ તોડી લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કાર ચાલક ગભરાઇ જતા તેણે કાર રિવર્સ લેતા કાર 40 ફૂટ ખીણમાં ખાબકી હતી.


આ સમગ્ર ઘટના આશ્રમ શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તેમજ ફાયબ્રિગેડ સ્થળ પર પહોંચી કારમાં સવાર યુવાનોને બચાવ્યા હતા. કારમાં સવાર બંને ઘાયલોને હિંતમનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય લુંટારૂઓ સામે લુંટનો ગુનો નોધીં વધુ તપાસ હાથ ધરી છે.