Loksabha Election 2024: ગુજરાતના સૌથી મોટા પાટીદાર આંદોલનને કચડીને હાર્દિક પટેલને ભાજપની ખિસકોલી બનાવી દેનાર ભાજપને એમ કે 17 ટકા મતોનું પ્રભુત્વ ધરાવતો સમાજ કંઈ ના કરી શકયો તો 6 ટકા મત બેંક ધરાવતો ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો પણ ક્ષત્રિયોએ ભાજપ સામે એવી રણનીતિ અજમાવી કે નેતાઓને પરસેવો આવી ગયો છે. ભાજપના પ્રદેશ નેતાઓએ અનેકવાર સમાધાનનના પ્રયાસો કર્યા પણ રાજ્યમાં ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી. રૂપાલાએ નબળી કોંગ્રેસને હવે મજબૂત બનાવી દીધી છે. જે ક્ષત્રિયો એક સમયે ભાજપની કમિટેડ વોટબેંક હતી જે કોંગ્રેસ માટે એક નવી ફૌજ બનીને ઉભર્યા છે. ક્ષત્રિય સમાજમાં સૌથી વધારે રોષ મહિલાઓમાં છે. જેઓ કોઈ કચાશ રાખવાના મૂડમાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Election 2024: વાઘાણીએ કોને ગણાવ્યા બબૂચક, ભાજપના નેતાઓએ બફાટમાં PHD કરી લીધી


એક સમયે કોંગ્રેસ પાસે બુથ સંચાલકના ફાંફા હતા એ બુથો પર હવે ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપને હરાવવા માટે કોંગ્રેસને જીતાડવા ધમપછાડા કરશે. જેમને ઉમેદવાર નહોતા મળી રહ્યાં એ કોંગ્રેસ ગુજરાતમાં હાલમાં ભાજપને ટક્કર આપી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સભાઓના કારણે ભાજપને 100 ટકા ટેન્શન આવી ગયું છે. ભાજપના નેતાઓ અપીલો કરી રહ્યાં છે પણ સંકલન સમીતિ હાર માનવાના મૂડમાં નથી. હાલમાં ભાજપના ઉમેદવારો સામે જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે એ જોતાં ભાજપના પીઢ નેતાઓમાં પણ પ્રદેશની નબળી નેતાગીરી સામે રોષનો માહોલ છે. જેઓ આ આંદોલનને ઠારી શક્યા હોત તો ભાજપના અંદરો અંદરના કકળાટમાં હવે આંદોલન કાબૂ બહાર જતું રહ્યું છે. 


ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ કાઢશે ભૂક્કા!


  • ભાજપની કમિટેડ વોટબેંક કોંગ્રેસ માટે એક નવી ફૌજ બનીને ઉભરી

  • ક્ષત્રિય સમાજના ગામડાઓમાં ભાજપ માટે પ્રચાર મુશ્કેલ, ઠેરઠેર વિરોધ

  • ભાજપના એક વર્ગમાં પ્રદેશની નબળી નેતાગીરી સામે સવાલો

  • વિવાદનો ઉકેલ લાવવાને બદલે નેતાઓએ પેટ્રોલ છાંટવાનું કામ કર્યું

  • લોકસભામાં ભાજપની મજબૂત સ્થિતિને જાણી જોઈને નબળી બનાવી

  • કોંગ્રેસને ઉમેદવારના ફાંફા હતા ત્યાં પાર્ટી મજબૂત બની ટક્કર આપવા લાગી  

  • એક રૂપાલાને સાચવવામાં ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરી દીધી

  • 25માંથી 25 બેઠકો 5 લાખની લીડથી જીતવું હવે ભાજપ માટે અઘરું

  • સંકલન સમીતિએ પાટીલની રણનીતિ અપનાવી, કોંગ્રેસને સીધો ફાયદો

  • ભાજપે કરજ ચૂકવવા માટે આહ્વાન કર્યું પણ નેતાઓની હિંમત નથી સમાજ સામે જવાની

  • સરકાર અને ભાજપ ટેન્શનમાં , નુક્સાનનું થઈ રહ્યું છે આંકલન

  • ભાજપ જાણી ગઈ છે કે હવે બહુ મોડું થઈ ગયું છે, નેતાઓ ગયા ફેલ 


VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટ


હવે વટનો અને અસ્મિતાનો સવાલ હોવાથી ક્ષત્રિયો ભલે રૂપાલાને ન હરાવી શકે પણ ભાજપને ટેન્શનમાં લાવી દેશે. ભાજપે શામ-દામ દંડ ભેદ તમામ હથિયારોનો ઉપયોગ કરી લીધો પણ ક્ષત્રિયોની સંકલન સમીતિ ઝૂકવાના મૂડમાં નથી...ભાજપે ભાજપૂતોનો પણ સહારો લીધો છે અને ભાજપનું કરજ ચૂકવવા અલ્ટિમેટમ આપી દીધું છે પણ નેતાઓ કયા મોંઢે સમાજ સામે જાય એ સૌથી મોટો સવાલ છે. ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં તો ઉકળતો ચરું છે. 


રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે


ભાજપ ક્ષત્રિયોના વિરોધમાં થાપ ખાઈ ગયું છે. રૂપાલાને હટાવી કોઈ પણ કડવા કે લેઉવા પાટીદારને ટિકિટ આપી ભાજપ પાટીદારો અને ક્ષત્રિયો બંનેને સાચવી શક્યું હોત પણ હવે બહું જ મોડું થઈ ગયું છે. ક્ષત્રિયો સામે બળનો પ્રયોગ પણ કરી શકે એમ નથી કારણ કે નેતાઓ સારી રીતે જાણે છે કે સામે ચૂંટણી છે અને બળપ્રયોગ આ મામલાને વધારે વિકરાર બનાવી શકે છે. 


ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસા


રાજ્યમાં એક કરોડ ક્ષત્રિયોનો સંપર્કમાં સંકલન સમિતિ
ક્ષત્રિયોની સંકલન સમીતિએ એક આખું માળખું ગોઠવી દીધું છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમનો જબરદસ્ત ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપની જ રણનીતિ પર ભાજપને હરાવવાનો જડબેસલાક પ્લાન ગોઠવાયો છે. ક્ષત્રિયો એમના પ્લાનમાં સફળ રહ્યાં તો ભાજપને ભારે નુક્સાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. હવે ભાજપના નેતાઓ મોદીને આગળ ધરી એમના નામે મત આપવાનું આહ્વવાન કરી રહ્યાં છે પણ ક્ષત્રિય સમાજમાં એટલો રોષનો માહોલ છે કે હવે કોઈ પણ નેતા ક્ષત્રિયોને સમજાવવા તૈયાર નથી. 


હવે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા નહીં ખાવો પડે અમદાવાદનો ધક્કો! રાજકોટને સૌથી વધુ લાભ


ભાજપૂતોએ પણ સમાજ સામે શરણાગતિ સ્વીકારી
ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે કે મોદીની બેઠકમાં જવાબ તૈયાર રાખવો પડશે. ભાજપ હાલમાં નુક્સાનનું આંકલન કરી રહ્યું છે. જો ક્ષત્રિયો સાથે જ જોડાયેલો ઠાકોર સમાજ પણ એક થયો તો ઉત્તર ગુજરાતની 4 અને ખેડા, આણંદ પર પણ એની અસર જોવા મળી શકે છે. ક્ષત્રિયો હાલમાં 8 બેઠકોને ટાર્ગેટ કરી રહ્યાં છે. જ્યાં એમનો પ્રભાવ છે. આ 8 બેઠકો પર ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે હર્ષ સંઘવી અને રત્નાકરે બેઠકો કરી છે પણ સૌ કોઈ જાણે છે કે આ બેઠકો બાદ પણ ઉકળતા ચરું જેવી સ્થિતિ છે. ભાજપ સાથે જોડાયેલા નેતાઓને સમાજનો વિરોધ કરવો ભારે પડે એમ હોવાથી તેઓએ પણ આ મામલે ચૂપકીદી સેવી લીધી છે. ભાજપ આ મામલાનો ત્વરિત ઉકેલ લાવી શકી હોત પણ આ મામલો હવે ભાજપના હાથમાંથી નીકળી ગયો છે. ભાજપ ભલે કહે કે એક પણ સીટ પર અસર નથી પણ નેતાઓની દોડાદોડી અને પ્રેસ કોન્ફરન્સો એ સાબિત કરી રહી છે કે ભાજપને નુક્સાન જવાની ગંધ આવી ગઈ છે. ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો છતાં પણ ભાજપ ટસનું મસ થયું નથી. 


Healthy Heart: વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક


દરેક તાલુકા દીઠ કન્વીનરો નિમાયા
પાટીલે દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે એ ટાર્ગેટ પર સીધી અસર પડશે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસને આ વિવાદનો સીધો ફાયદો મળી રહ્યો છે. ભાજપને ડર એ છે કે પાટીદાર આંદોલન બાદ જે સ્થિતિ થઈ હતી એ ફરી ના થાય... ભાજપ ક્ષત્રિય આંદોલનને ડામી દેવા માટે તમામ અખતરા કરી રહી છે પણ આ વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે અને ક્ષત્રિયો એક થઈ રહ્યાં છે. 


બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે નુકસાન


ભાજપનો ભાગલા પડાવવાનો પ્લાન ફેલ
દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજના પ્રવક્તાની નિયુક્તિ કરાઈ છે. ક્ષત્રિય સમાજનં નવુ સૂત્ર મત એ જ શસ્ત્ર રહેશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર હરાવવા ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે, જેમાં રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવીને જ રહીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજે જણાવ્યું છે કે ક્ષત્રિયોની જરૂર ન હોય તો ક્ષત્રિયોને પણ ભાજપની જરૂર નથી.  ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આયોજન હેઠળ અસ્મિતા રથ સમગ્ર જિલ્લાના ગામોમાં ફરી સરકાર સામે ધર્મની જીતનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લા, તાલુકા અને ગામડે ગામડે જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે ત્યાં કમિટીઓ રચાઈ છે. ભાજપને એમ કે આંદોલન પૂર્ણ થઈ જશે અને નહીં પૂર્ણ થાય તો ભાગલા પડાવીશું પણ પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે.હવે આવતીકાલે મતદાન છે. એક રૂપાલાના નિવેદનને કારણે ભાજપ તો ભરાઈ ગઈ છે પણ કોંગ્રેસ મજબૂત બની ગઈ છે. ક્ષત્રિયોએ આયોજન બદ્ધ કરેલા આયોજનને પગલે ભાજપને હવે ટેન્શન આવ્યું છે.