અમદાવાદ : સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેના પગલે ગુજરાત વિધાનસભામાં ચૂંટણી વહેલી યોજાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. આજે વિજય રૂપાણી સાથે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા. જો કે વિજય રૂપાણી જ્યારે રાજીનામું આપવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે પુરૂષોત્તમ રૂપાલાની સુચક હાજરી હતી. કેન્દ્રીય નેતા હોવા છતા તેઓ ન માત્ર ગુજરાતમાં હાજર હતા પરંતુ જ્યારે પૂર્વ CM રૂપાણી રાજીનામું આપવા પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ હાજર હતા જે ખુબ જ સુચક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ


અત્રે નોંધનીય છે કે, અમિત શાહ એક દિવસ પહેલા જ માત્ર એક રાત્રી માટે ગુજરાત પહોંચ્યા હતા. તેમની આ ગુજરાત યાત્રા માટે પારિવારિક કારણ પણ જણાવવામાં આવ્યું હતું. જો કે આ તખ્તો ઘડાવા માટે આવ્યા હોય તેવી શક્યતા છે. જો કે હાલ તો નવા મુખ્યમંત્રી તરીકે ત્રણ નામો સૌથી વધારે ચર્ચામાં છે. જેમાં સૌથી મજબુત નામ મનસુખ માંડવીયા છે, બીજુ નામ પુરૂષોત્તમ રૂપાલા અને ત્રીજુ નામ નીતિન પટેલનું નામ પણ ચર્ચામાં છે. અત્રે નોંધનીય છે કે, તેઓ આનંદી બહેનના રાજીનામા સમયથી જ મુખ્યમંત્રીપદના દાવેદાર હતા. 


રૂપાણીમાંથી રૂપાલા? ભાજપના CM પદના દાવેદારમાં આ 2 ચહેરાઓની સૌથી વધારે ચર્ચા


અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું નામ પણ ચર્ચામાં છે. જો કે તેઓ પહેલાથી જ સંગઠનમાં ખુબ જ મહત્વની ભુમિકાઓમાં રહ્યા છે તેથી તેમની શક્યતાઓ પ્રમાણમાં ઓછી છે. પરંતુ તેમનું નામ પણ રેસમાં છે અને તેમની શક્યતાઓ પણ નકારી શકાય નહી. તેવામાં નવા મુખ્યમંત્રી પદ માટે ભારે રસાકસી ઉપરાંત લોબિંગ ચાલી રહ્યું છે. જો કે ભાજપ હંમેશાથી બંધ બાજી રમવામાં માને છે ત્યારે હાલ માત્ર તમામ બાબતોને અટકળો જ ગણાવી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube