Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમ છે, તો હનુમાન જયંતિને કારણે દેશભરમાં માહોલ ધાર્મિક બન્યો હતો. પ્રજાના પ્રતિનિધિઓ હનુમાન મંદિરે પહોંચી દાદાના દર્શન કર્યા અને પોતાની જીત માટે પ્રાર્થના કરી. તો સંતોએ પણ વધુ મતદાન કરવા અને જીતના આશીર્વાદ આપ્યા હતા. ભક્તો પણ દર્શનની સાથે રાજકીય માહોલમાં રંગાયેલા જોવા મળ્યા હતા.


  • હનુમાન જયંતિએ રાજનેતાઓ દાદાના શરણે

  • રાજકોટથી રૂપાલાએ કર્યા દાદાના દર્શન 

  • રાજકોટના બાલક હનુમાનજી મંદિર ઝૂકાવ્યું શીશ

  • સંતોએ આપ્યા જીતના આશીર્વાદ

  • ભક્તો પણ દેવ દર્શનની સાથે રાજકીય માહોલમાં રંગાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર દેશમાં હનુમાન જયંતિએ માહોલ ભક્તિમય બન્યો હતો. ધામધુમ પૂર્વક દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. હનુમાન મંદિરો જયશ્રી રામ અને દાદાના જયઘોષથી ગૂંજી ઉઠ્યા હતા. ભક્તોનો ઘોડાપુર હનુમાન મંદિરોમાં ઉમટ્યું હતું. તો નેતાજી પણ ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે દર્શને પહોંચી રાજકીય માહોલ જમાવી દીધો. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા હનુમાન જયંતિએ રાજકોટના સુપ્રસિદ્ધ બાલક હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. દાદાના દરબારમાં શીશ ઝૂકાવી પોતાની જીત માટે પ્રાર્થના કરી.


તો સાળંગપુરમાં દાદાના દર્શન માટે દેશભરમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દરેક ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી તો મંદિરના સ્વામી હરિપ્રકાશદાસજીએ વધુ મતદાનની અપીલ કરી જ સાથે મોદી સાહેબના હાથ મજબૂત કરવાની પણ અપીલ કરી દીધી. હનુમાન જયંતિએ જ સ્વામીએ કહ્યું કે, જેણે સનાતન ધર્મની ધજાઓ ફરકાવી તેમને મત આપજો.


  • દાદાના દર્શને રાજનેતાઓ

  • રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન 

  • સંતોએ આપ્યા જીતના આશીર્વાદ

  • સાળંગપુરના સંતે કરી ભાજપને મત આપવા અપીલ

  • દાદાની ભક્તિ સાથે ભક્તોને ચડ્યો રાજકીય રંગ

  • અંબાજી પહોંચેલા ભક્તને 400 પારનો છે વિશ્વાસ


તો યાત્રાધામ અંબાજીમાં પણ પવિત્ર ચૈત્રી માસની પૂનમે માના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષથી વાતાવરણ ભક્તિમય હતું. ભક્તોએ મા અંબાના દરબારમાં શીશ તો ઝૂકાવ્યું જ સાથે સાથે રાજકીય માહોલ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાલ ચૈત્રી માસ ચાલી રહ્યો હોવાથી માઈમંદિરોમાં ભક્તોની ભીડ છે, તો હનુમાન જયંતિને કારણે હનુમાનજીના મંદિરોમાં ભક્તોનો જમાવડો છે. જ્યારે લોકસભા ચૂંટણીને કારણે રોડ રસ્તા પર કાર્યકરોની ફોઝ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ત્રિવેણી સંગમમાં સૌ કોઈ રંગાયેલા જોવા મળ્યા.