Loksabha Election 2024 : રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે બાંયો ચઢાવી છે. પરંતું ઉમેદવાર બદલવાની લડાઈ હવે નવો વળાંક લઈ રહી છે. રૂપાલાની નિવેદનબાજીથી શરૂ થયેલા વિવાદમાં હવે ક્ષત્રિયોની લડાઈ શરૂ થઈ છે. રૂપાલાના નિવેદનના વિવાદ પર ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા છે. રૂપાલાએ ફરી માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત છે. હિંદુ કરણી સેના રૂપાલાની ટિકિટ રદ કરાવવા અડગ છે. કરણ સેનાએ ગઈકાલે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું છે. સાથે જ જયરાજસિંહે કરાવેલા સમાધાનને અયોગ્ય ગણાવાયું છે. તો બીજી તરફ, કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અને માફી મામલે હવે ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા છે. ગઈકાલે જે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું તેને હિંદુ કરણી સેનાએ ભાજપ પ્રેરિત ગણાવ્યું. સાથે જ ફરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, રૂપાલાની ટિકિટ રદ થાય તો જ  આ મામલે સમાધાન થશે. સાથે જ હિંદુ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ એવો પણ સવાલ કર્યો છે કે, પરશોત્તમ રૂપાલા ફરી આવું નિવેદન નહીં આપે તેની ખાતરી શું છે? સાથે જ તેમણે કહ્યું કે, જયરાજસિંહ એટલે આખો સમાજ નથી, જેથી આ સમાધાન યોગ્ય નથી. આમ, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણી પછી વિવાદ ફેલાયો છે. પરંતુ આ આગની જ્વાળા હવે ક્ષત્રિય સમાજના લોકોને અંદરોઅંદર ભડકો કરાવી રહી છે. 


ભરૂચના યુવકની આફ્રિકામાં હત્યા, પરિવારે દીકરો ગુમાવતા રમઝાનમાં માતમ છવાયો


ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાની વિશે આપ્યું મોટું નિવેદન


રૂપાલાની ટિકિટ રદ થાય એ જ સમાધાન
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ગઈકાલે ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ સમાધાન માટેની બેઠક બોલાવી હતી. તો બીજી તરફ, રૂપાલાએ ગધેથડ આશ્રમમાં જઈને લાલ બાપુની પણ માફી માંગી હતી. પરંતું રૂપાલાની માફી માગવા છતાં વિરોધ યથાવત છે. કરણી સેના હજુ પણ લડી લેવાના મૂડમાં છે. કરણી સેનાનુ કહેવુ છે કે, અમને કોઈ સમાધાન મંજૂર નથી. લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે. રૂપાલાની ટિકિટ રદ થાય એ જ સમાધાન. 


વિઝા આપવામાં મહેરબાન થયું અમેરિકા, H-1B વિઝાની લોટરી સિસ્ટમની મોટી જાહેરાત