સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાના બીજા દિવસે મોડાસા ભાજપ કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતેથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની આગેવાનીમાં યાત્રા શરૂ કરવામાં આવી હતી. મોડાસાથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા તલોદ, પ્રાંતિજ,ગાંભોઇ થઈ વડનગર પહોંચશે. ગ્રામીણ વિસ્તારોના માધ્યમ બનાવી ભાજપ વિકાસ ગાથા મતદારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકારોને સંબોધતા પુરુષોત્તમ રૂપાલાએ પાટીદારોને ભાજપ અન્યાય કરતી હોવાના આક્ષેપ સામે ભાજપમાં પાટીદાર સમાજ બહુમતીમાં છે, જે કોઈ પણ કાર્યક્રમમાં જોવા મળશે સાથે ભાજપ અને પાટીદાર સમાજ એક બીજાનો પર્યાય છે તેવું નિવેદન પણ તેમને આપ્યું હતું.


ગોપાલ ઇટાલિયાના પાટીદારો અંગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. અહીં તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે. ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા અને રહેશે. ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની. વિધાનસભા ચૂંટણી પહેલા પુરષોતમ રૂપાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પહોંચી હતી. જિલ્લામાં આવી પહોંચેલી ગૌરવયાત્રામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ સભાને સંબોધન કર્યું હતું.


નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાના ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી મતદારોને આકર્ષવા માટે ગૌરવ યાત્રા થકી ગામે ગામ પહોંચી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીને ગૌરવ યાત્રા મોડાસા થઈ સાબરકાંઠા જિલ્લામાં પહોંચી હતી. જિલ્લાના તલોદ તાલુકાના રોજડ ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિયત રૂટ પ્રમાણે યાત્રા તલોદ માર્કેટયાર્ડ ખાતે પહોંચી હતી જ્યાં સભા યોજાયું હતું.


ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિત પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને મતદારોને આકર્ષવા માટે સભા સંબોધી હતી. જોકે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ ચૂંટણી સમયે અલગ અલગ આકર્ષક સૂત્રો પણ લાવતી હોય છે.


કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ સૂત્રો માટે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શુ આયોજિત રણનીતિ બનાવી ચૂંટણી લડતી હોય છે અને એમાં પણ સૂત્રો લોકોને સમજાઈ તેવા હોય છે એટલા માટે આ વખતે ભાજપ દ્વારા ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર આપવામાં આવ્યું છે.


જુઓ આ પણ વીડિયો:-