અલ્કેશ રાવ/બનાસકાંઠા : હાલ ગુજરાતમાં ડાયરાની મોસમ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કલાકારોના ડાયરા યોજાઈ રહ્યા છે, અને આ ડાયરામાં લોકો રૂપિયાનો વરસાદ વરસાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના લાખણી આગથળા ગામે સંગીતા લાબડીયાનો ડાયરો યોજાયો હતો, અને આ ડાયરામાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રૂપિયા વરસાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના લાખણીના આગથળા ગામે લોક ગાયિકા સંગીતા લાબડીયાનો ડાયરો યોજાયો હતો. ત્યારે ગામના લોકોએ રૂપિયાનો વરસાદ કરવામાં કંઈ બાકી ન રાખ્યું હતું. આ લોક ડાયરાનું આયોજન ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શાળા સંકુલના લાભાર્થે કરવામાં આવ્યું હતું. ત્યારે ઠાકોર સમાજના લોકોએ દિલ ખોલીને દાન કર્યું હતું. આ પ્રસંગે ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પર પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો બીજી તરફ, 
અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રૂપિયાનો વરસાદ કર્યો હતો.


લોક ડાયરામાં અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને સંબોધતા કહ્યું કે, જો સરકાર ઠાકોર સમાજને 50 શાળાઓ આપતી હોય તો હું ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી દઉં.