મંદીનું મોટું ગ્રહણ: ગુજરાતના આ શહેરમાં શું 20 લાખ લોકોની રોજગારી છીનવાઈ જશે?
હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ડાયમંડ સિટી સુરતની...રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે આ શહેરમાં ડાયમંડ પોલિશિંગના કામમાં રોકાયેલા લગભગ 20 લાખ હીરાના કારીગરોને રોજગારી પૂરી પાડી છે. પરંતુ હાલ બન્ને દેશો વચ્ચેના યુદ્ધના કારણે કટોકટી ઊભી થઈ છે.
ઝી બ્યુરો/સુરત: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિએ વિશ્વમાં ઘણું બદલાઈ ગયું છે. ઘઉંથી લઈને ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવ આસમાને છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ગુજરાતમાં એક એવું શહેર પણ છે જેની 'હીરા' જેવી ચમક આ યુદ્ધના ધુમાડામાં ખોવાઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરની... જેના પર હાલ મોટું સંક્ટ ઉભું થયું છે. હાલ આ શહેરમાં કામ કરતા લગભગ 20 લાખ લોકોની આજીવિકાનું સંકટ ઉભું થયું છે.
સુરતના 'હીરા ઉદ્યોગ'ની હાલત ખરાબ
હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ડાયમંડ સિટી સુરતની...રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે આ શહેરમાં ડાયમંડ પોલિશિંગના કામમાં રોકાયેલા લગભગ 20 લાખ હીરાના કારીગરોને રોજગારી પૂરી પાડી છે. પરંતુ હાલ બન્ને દેશો વચ્ચેના યુદ્ધના કારણે કટોકટી ઊભી થઈ છે. AFPએ તેના એક અહેવાલમાં આવા ઘણા મજૂરોની દુર્ઘટના જણાવી છે.
60ના દાયકામાં બનેલ ડાયમંડ સિટી
પોર્ટુગીઝોના સમયમાં સુરતને ખૂબ જ મોટી ઓળખ મળી હતી. તાપી નદી પર વસેલું આ શહેર મૂળ તો બંદર શહેર તરીકે વસેલુ હતું, પરંતુ આઝાદી પછી તેને 60 અને 70ના દાયકામાં ડાયમંડ સિટીનો દરજ્જો મળ્યો. આમ જોવા જઈએ તો, સુરત ડાયમંડ સિવાય કપડાના જથ્થાબંધ વેપારનું પણ મોટું કેન્દ્ર છે. વિશ્વના 90% હીરા સુરતમાં જ કટ અને પોલિશ કરવામાં આવે છે.
'તારે મરવું હોય તો મરી જા' કહેવું નફીસાના પ્રેમીને ભારે પડ્યું, આરોપી રમીઝ શેખની ધરપકડ
સુરતમાં આ સંકટનું કારણ રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો છે. આ પ્રતિબંધોને કારણે ભારત માટે રશિયામાંથી હીરા અને અન્ય રત્નોની આયાત કરવી મુશ્કેલ બની ગઈ છે, જ્યારે રશિયા આ મામલામાં ભારતનો સૌથી મોટો સપ્લાયર છે. સુરતના વેપારીઓ લગભગ 27 ટકા રફ હીરાની રશિયામાંથી આયાત કરતા હતા, પરંતુ યુદ્ધના કારણે હવે આ જથ્થો ગુજરાતના હીરા એકમો સુધી પહોંચતો નથી. જેના કારણે કામગીરી પ્રભાવિત થઈ રહી છે. યુદ્ધ પહેલા ગુજરાત રશિયન હીરા ખાણ કંપની અલરોસા પાસેથી પોલિશિંગ માટે કુલ રફ હીરાના લગભગ 30 ટકા આયાત કરતું હતું. ગુજરાતમાં કાપેલા અને પોલિશ્ડ કરાયેલા હીરામાંથી 60 ટકા રશિયન મૂળના છે, જેમાંથી મોટા ભાગના નાના હીરા છે.
'13 થી 44 વર્ષની ઉંમર હીરાને પોલિશ કરવામાં વીતી ગઈ'
સુરતમાં ડાયમંડ પોલિશિંગ ફેક્ટરીમાં કામ કરતા 44 વર્ષીય યોગેશ જંજામેરા જણાવે છે કે શહેરમાં હવે પૂરતા કાચા હીરાનો જથ્થો નથી. તેથી જ તેમની પાસે વધુ કામ નથી. યોગેશ જ્યારે 13 વર્ષનો હતો ત્યારે શાળા છોડ્યા બાદ તે ડાયમંડ પોલિશિંગના કામમાં લાગી ગયો હતો. હવે આ કામ કરતા 31 વર્ષ થઈ ગયા છે. તેઓ ઇચ્છે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય, અહીં દરેકનું જીવન તેના પર નિર્ભર છે.
ગુજરાતના આ ગામડાનો પ્રેરણારૂપ કિસ્સો: ગામના સફાઇ કર્મીઓના પગ ધોઈને આપ્યું માન સન્માન
યોગેશ પહેલાથી જ લગભગ 20,000 રૂપિયા પ્રતિ મહિનાની આવક પર કામ કરી રહ્યો છે. હવે આ યુદ્ધને કારણે કામની અછતને કારણે યોગેશની આવકમાં 20 થી 30 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, સુરતના સ્થાનિક ટ્રેડ યુનિયનનો અંદાજ છે કે સુરતમાં અત્યાર સુધીમાં 30,000 થી 50,000 હીરાના કારીગરોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. જ્યારે આ કામ પર નિર્ભર લોકોની સંખ્યા 15 થી 20 લાખની વચ્ચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube