રાજેંદ્ર ઠક્કર, ભૂજ: કચ્છ એકસપ્રેસ (Kutch Express) ૦૯૪૫૫/૫૬ તથા સયાજી નગરી એકસપ્રેસ (Sayaji Nagari Express) ૦૯૧૧૫/૧૬ માં માર્ચ / એપ્રિલ ૨૦૨૧ નાં LHB કોચ લાગવા થી હવે થી સ્લીપર કલાસ માં  S- 11 કોચ રદ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં કચ્છ (Kutch) માં વિવિધ પ્રસંગો નાં કારણે ટ્રાફિક સારાં પ્રમાણમાં છે. ઘણાં પ્રવાસીઓ ની ટિકિટ S -11 માં અલોટ થયેલ છે. આવાં પ્રવાસીઓ ને જે દિવસે પ્રવાસ હોય તે દિવસે ચાર્ટ બન્યાં બાદ મેસેજ દ્વારા કન્ફર્મ બર્થની જાણ કરવામાં આવશે. 

Weird News: ગાંધીનગરમાં ભેંસો દારૂની 101 બોટલ ઢીંચી ગઇ, માલિકને ખાવી પડી જેલની હવા


રેલ્વે (Railway) નિયમાનુસાર ૪ મહિનાં અગાઉ ટિકિટ બુક (Ticket Book) કરવામાં આવે છે. અગાઉ ICF કોચ હોવાથી ઉપરોક્ત બન્ને ટ્રેનોની ૨૪ કોચની ક્ષમતા હતી, પરંતુ LHB કોચ બર્થની ક્ષમતા વધારે હોવાથી કોચની લંબાઇ વધુ હોય છે. તેથી બન્ને ટ્રેનો ૨૨ કોચની ક્ષમતા સાથે દોડશે.



LHB  કોચમાં નીચે મુજબ બર્થ છે.
સ્લીપર       ૮૦  બર્થ
3 AC        ૭૨  બર્થ
2 AC        ૬૪  બર્થ
1 AC        ૧૮  બર્થ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube