lok sabha election : ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટેના ઉમેદવારો જાહેર થયા છે. હજી 11 બેઠકો માટે મંથન ચાલી રહ્યું છે, જેના નામ હજી જાહેર થવાના બાકી છે. ત્યારે હવે વડોદરા બેઠકના દાવેદારોની સંખ્યામાં વધારો થયો છે. રામાયણ ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયા, જેમણે આ સીટ પર પ્રથમ વખત કમળ ખીલવ્યું હતું, તેમનાથી લઈને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર સુધીના નામો આ બેઠક માટે ચર્ચામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસ.જયશંકરના નામની ચર્ચા
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ વડોદરા ચર્ચામાં આવ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર નવી દિલ્હી અથવા ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બંસુરી સ્વરાજના નામની જાહેરાત નવી દિલ્હીથી કરવામાં આવી છે. તેના બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા વધી છે. 


માર્ચમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, આ તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરી કંઈક મોટુ થશે


દીપિકા ચીખલિયાનું નામ મહિલા સાંસદ તરીકે પસંદ થઈ શકે છે 
તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ શું ભાજપ રામાયણ ફેમ સીતા અભિનેત્રી દીપિકા ચીખલિયાને વડોદરામાં તક આપશે? ચીખલીયા એક સમયે વડોદરાથી સાંસદ રહી ચુક્યા છે. તેઓ વડોદરાથી ભાજપના પ્રથમ સાંસદ છે. દીપિકા ચીખલિયાના નામની ચર્ચા પાછળનું એક કારણ એ પણ છે કે વડોદરા બેઠક પરથી મહિલા સાંસદ હોવાનો ટ્રેન્ડ છે.


એસ જયશંકર Vs દીપિકા ચિખલિયા
એસ જયશંકર અને રામાયણના ચહેરા દીપિકા ચિખલિયાના નામ ઘણા સમયથી ચર્ચામાં છે. રાજકીય વર્તુળોમાં વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરાથી ચૂંટણી લડે તેવી શક્યતા વધુ છે. એવી પણ ચર્ચા છે કે જો દીપિકા ચીખલિયાને વડોદરાથી ટિકિટ નહીં મળે તો તેમને સુરત કે ગ્રામ્યની કોઈપણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. કારણ કે, ભાજપ આ વખતે મહિલા સાંસદોને પ્રાધાન્ય આપવાના પ્રયાસમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. આવી સ્થિતિમાં ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ વડોદરા ભાજપ માટે અત્યંત સલામત બેઠક હોવાની ચર્ચા છે. તો અહીંથી કોણ ચૂંટણી લડશે તેના પર સૌની નજર છે. શંકર કે સીતા સિવાય બીજેપી આપશે કોઈ સરપ્રાઈઝ એન્ટ્રી? પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા 15 ઉમેદવારોમાંથી ભાજપે માત્ર પાંચ બેઠકો પર ફેરફાર કર્યા છે.


શું કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પણ ભાજપમાં જોડાશે, પાટીલે વેકલમ કરવા પાથરી છે લાલ જાજમ


ટિકિટની રેસમાં આ નેતાઓ?
વડોદરા લોકસભા બેઠક જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે. સેલિબ્રિટી અને કેન્દ્રીય નેતાઓના નામની ચર્ચા ચાલી રહી છે. ત્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે પૂર્વ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરાના પૂર્વ મેયર ડો.જ્યોતિબેન પંડ્યાના નામો પણ ચર્ચાઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડોદરાથી જંગી માર્જિનથી જીત્યા હતા, બાદમાં તેમણે વારાણસી બેઠક જાળવીને વડોદરાથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી રંજનબેન ભટ્ટ અહીંથી સાંસદ છે.


ચૂંટણી પહેલા નીતિન પટેલનો મોટો ધડાકો : હું મહેસાણાથી ઉમેદવારી પરત ખેંચુ છું