Sabar Dairy Big Announcement શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ જાહેરાતથી સાબરકાંઠા અને અરવલ્લીના 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. આ નવો ભાવવધારો 21 મી જાન્યુઆરીથી લાગુ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીએ છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવોમાં વધારો કર્યો છે. ત્યારે સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતને ધ્યાને રાખીને પશુપાલકો માટે દૂધના ભાવોમાં વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે સાબરડેરીએ ભાવ વધારો કરતા જ પશુપાલકોને આંશિક રાહત થઈ છે. 2023 ની શરૂઆતમાં જ સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. 


આ પણ વાંચો : 


આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી, વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ જાહેર કર્યું


ગુજરાતમાં જીતવું હોય તો મોદી-શાહ થવું પડે, ઘરના અમીચંદોને કારણે કોંગ્રેસની હાર થઈ


એક તરફ દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીમાં ટકી રહેવું મુશ્કેલ છે, ત્યારે બીજી તરફ સાબર ડેરીએ પશુપાલકોને ખુશ કરી દીધા છે. ત્યારે સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં ભાવ વધારો કરતા પશુપાલકોમાં આનંદ છવાયો છે. 


આ પણ વાંચો : તાપણું કરવાની આદત હોય તો ચેતી જજો, પાટણમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા