ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (bhupendra patel) અને સીઆર પાટીલે (cr patil) સાબરકાંઠામાં મહિલાઓના પગ ધોઈને સન્માન કર્યુ હતું. તેમણે અનુસૂચિત જાતિની મહિલાઓના પગ ધોઈને તેમના પૂજન-અર્ચન કરી સન્માન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંમતનગરમાં સ્વામીનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરમાં આજે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ ગંગા સ્વરૂપ મહિલાઓના નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાને ત્યાર બાદ અનુસુચિત મહિલાઓના સન્માન કાર્યક્રમમાં ટાઉનહોલ ખાતે હાજરી આપી હતી. જ્યા તેમણે સૌથી પહેલ અનુસૂચિત જાતિની મહિલાઓના પગ ધોઈને તેમના પૂજન-અર્ચન કરી સન્માન કર્યું હતું.