`બાર વરસે બાવો જાગ્યો`; સિનિયર ક્લાર્કે પુત્રી, પુત્રવધૂને ખોટી રીતે નોકરી ચઢાવતા 12 વર્ષે ભાંડો ફૂટ્યો
સાબરકાંઠા જિલ્લા પંચાયતના સીનીયર કલાર્કે પુત્રી, પુત્રવધુને ખોટી નિમણુકના ઓર્ડર આપતા 12 વર્ષે બહાર આવતા હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી સહીત પાંચ સામે ફરિયાદ નોધાઇ છે, સાથે ખાતાકીય તપાસ પણ શરુ કરી દેવાઈ છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: કહેવાય છે કે ખોટું કરેલું ક્યારેય છૂપાતું નથી. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સાબરકાંઠામાં નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સીનીયર કલાર્કે પુત્રી, પુત્રવધુને ખોટી નિમણુકના ઓર્ડર આપતા 12 વર્ષે બહાર આવતા હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી સહીત પાંચ સામે ફરિયાદ નોધાઇ છે, સાથે ખાતાકીય તપાસ પણ શરુ કરી દેવાઈ છે.
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પંચેરીમાં ધરતીબેન કાન્તિભાઈ પટેલ અને ઇડર તાલુકાની હિંગળાજ પ્રાથમિક શાળામાં કિંજલબેન હરિભાઈ પટેલ બંને સંગીત શિક્ષકને પાંચ વર્ષ બાદ કાયમી કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં અરજી આવતા બંને શિક્ષકોને નિમંણુક પત્રો ખોટા હોવાનું બહાર આવતા ખાતાકીય તપાસ હાથ ધરાવમાં આવી છે. જેમાં પ્રાથમિક તપાસમાં પૂર્વ અને નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી પી.એફ.પારધી, કચેરીના હેડક્લાર્ક એમ.એન.દવે, નિવૃત સીનીયર ક્લાર્ક હરિભાઈ કે પટેલે ભેગા મળી પુત્રી કિંજલબેન હરિભાઈ પટેલ અને પુત્રવધુ ધરતીબેન કાન્તીભાઈ પટેલના ખોટા નિમણુક પત્રો મેળવ્યાનું બહાર આવ્યું હતું.
ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલામાં ગુજરાત કનેક્શન ખુલ્યું; ગુજરાત ATS જશે UP, આરોપીને લઈને થયા ખુલાસા
જેને લઈને હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પૂર્વ શિક્ષણાધિકારી, હેડ ક્લાર્ક, નિવૃત સીનીયર ક્લાર્ક અને બે શિક્ષકા સહીત પાંચ સામે ફરિયાદ નોધાવી છે. તો તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સિનિયર ક્લાર્ક નિવૃત્ત થઈ ગયા છે. તથા હેડ કલાર્ક અન્યત્ર ફરજ બજાવે છે. જેને લઈને હવે પોલીસ પણ એક્શનમાં આવી છે. તપાસ શરૂ કરી દીધી છે પરંતુ આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દુર છે.
ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તા.૦૩-૦૪-૨૦૦૮ ના રોજ મંજૂરી આપવામાં આવ્યા બાદ સા.કાં. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પીટીસી-૧૯૨, સીપીએડ-૧૪, એટીડી-૦૮ અને સંગીત વિશારદની ૦૬ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ અને ભરતી કમિટીની રચના કરાઇ હતી. કમિટીએ ફોર્મની ચકાસણી કરી મેરીટ યાદી તૈયાર કરી હતી. જેમાં સંગીત વિશારદની ભરતીમાં જનરલ કેટેગરીમાં ૮૦.૮૫ ટકા અને ઓબીસી કેટેગરીમાં ૭૬.૧૧ ટકાનું કટ ઓફ લીસ્ટ તૈયાર થયું હતું અને ૦૬ ઉમેદવારોની પસંદગી કરી તા.૦૫-૦૬-૨૦૦૯ ના રોજ કોમલબેન જયંતીભાઈ પટેલ, નીતાબેન રાજુભાઈ દેસાઈ, મુકેશકુમાર રમણભાઈ પટેલ, મુકેશભાઈ ગંગારામભાઈ ભટ્ટ, રાકેશકુમાર સુરેન્દ્રકુમાર રાવળ અને વિજયકુમાર ઓઘડભાઈ કચોટની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી.
ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પહેરાવાઈ 'ટોપી'! જાણો કઈ રીતે દિલ્હીના દરબાર સુધી પહોંચી ગુજરાતની ટોપી
તા.૨૭-૦૭.૨૦૧૦ ના રોજ પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિમણૂંકના ઓર્ડર આપ્યા હતા. ભરતી પ્રક્રિયા સંપન્ન થયા બાદ મેરીટ લીસ્ટમાં નામ ન આવતા કિંજલબેન હરિભાઈ પટેલે (રહે. મહાદેવપુરા તા.હિંમતનગર) અને ધરતીબેન કાન્તિભાઈ પટેલ (રહે. કપોડા તા.ઈડર) તા.૧૭-૦૬-૧૦ ના રોજ અરજીઓ કરી હતી અને ત્યારબાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પી.એફ. પારઘીએ બંનેને જુલાઈ અને ઓગસ્ટમાં નિમણૂંકના હુકમો આપી દીધા હતા.
હાલમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. તો બીજી તરફ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો રીપોર્ટ આવ્યા બાદ કસુરવાર ઠરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. હિંગળાજમાં કિંજલબેન હરિભાઈ પટેલ અને પંચેરીમાં ધરતીબેન કાન્તિભાઈ પટેલ ફરજ બજાવતા હતા. આમ 12 વર્ષે કાયમીની કરવાને લઈને આખો મામલો બહાર આવતા હવે બે તરફથી તપાસ હાથ ધરાઈ છે તો ખાતાકીય તપાસમાં કસુરવાર ઠરશે તો શિક્ષાત્મક પગલા લેવાશે સાથે પોલીસ પણ કાર્યવાહી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube