ભાજપે દિપસિંહનુ પત્તુ કાપી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી, તો કોંગ્રેસ આદિવાસી ઉમેદવારને લઈ આવી
Sabarkantha Seat : સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા
Loksabha Election શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ બંને મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોની ફાઈનલ પસંદગી પર મહોર લાગી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, તેમની સામે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. ગઈકાલે જાહેરાત બાદ આજે તુષાર ચૌધરી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકસભા ચૂંટણી માટે બંને મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ડૉ .તુષાર ચૌધરી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે આજે ઉમેદવાર જાહેર થયા પછી પહેલીવાર હિંમતનગર ખાતે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા. તો ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા છે.
નવા મકાનમાં ભેજ લાગે અને બિલ્ડર હાથ અદ્ધર કરી દે તો ગભરાતા નહિ, આવ્યો મોટો ચુકાદો
કોંગ્રેસનું આદિવાસી સમીકરણ
સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. ડૉ. તુષાર ચૌધરી ના માતા પિતા પણ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તુષાર ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડી મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. ત્યારબાદ તેમના માતા નિશાબેન ચૌધરી પણ ત્રણ ટર્મ સુધી સાબરકાંઠા બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસે ગત ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલી ટક્કરમાં કોંગ્રેસના તુષાર ચૌધરી ખેડબ્રહ્મા વિધાનસભા પર વિજયી થયા હતા. હાલમાં તેઓ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે.
ગુજરાતમાં ચૂંટણી ટાણે કાંકરીચાળો, ભરૂચમાં શંકરાચાર્ય મઠને સળગાવવાનો પ્રયાસ
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરની મેદાને ઉતાર્યા છે. તો તેમની સામે કોંગ્રેસે આદિવાસી યુવા નેતાની પસંદગી કરી છે. જેમાં ડૉ.તુષાર ચૌધરીની ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે, ખેડબ્રહ્મા બેઠકની જો વાત કરવામાં આવે તો ડૉ.તુષાર ચૌધરીએ પ્રથમ વાર સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ સામે જીત મેળવી હતી. જો કે ફરી એક વાર કોંગ્રેસે લોકસભા બેઠક માટે ડૉ.તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. ડૉ.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા બેઠક પર સાબરકાંઠાની જનતા માટે તૈયાર ઉમેદવાર મળે છે. જેઓ કેન્દ્રીય મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે એટલે કે સાબરકાંઠાના પ્રજા માટે કેવા વિકાસના કામો કરવા અને ક્યાંથી મંજૂર કરવા તે તેઓ સારી રીતે જાણે છે.
હોળી પહેલા કપાસિયા અને સીંગતેલના ભાવમાં ભડકો, તેલના ભાવમાં તોતિંગ વધારો
તેઓએ કહ્યું હતું એટલું જ નહીં પરંતુ તેઓ જ્યારે કેન્દ્રના યુપીએ સરકારમાં માર્ગ અને પરિવહન મંત્રી હતા તે દરમિયાન નેશનલ હાઈવે ના કામો અને ઓવરબ્રિજો મંજૂર કર્યા હતા પરંતુ હજુ સુધી તે કામો પૂર્ણ નથી થયા ત્યારે જો તેઓ પર પ્રજા વિશ્વાસ મૂકશે તો તમામ કામો ઝડપી પૂર્ણ કરવાની પણ હૈયાધારણા આપી હતી. તો ઇન્ડિયા ગઠબંધનમાં આપ પણ તેમની સાથે છે ત્યારે પહેલા મતોનું વિભાગીકરણ થતું હતું તે નહિ થાય અને કોંગ્રેસને મત મળશે જેને લઈને કોંગ્રેસ વિજયી થશે સાથે દુષ્કાળ તેમના પિતાએ સારા પ્રજાકીય કામો કર્યા હતા તેનો પણ લાભ પણ મળશે.
કેજરીવાલની ધરપકડ દિલ્હીમાં પણ ભડકો ગુજરાતમાં : સુરત-રાજકોટ-ભાવનગરમાં થયો હોબાળો