શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :માણસ હવે વિકૃતિની હદ વટાવી રહ્યો છે. આ વિકૃતિમાં તે પ્રાણીઓને પણ સામેલ કરી રહ્યો છે. ત્યારે હચમચાવી દે તેવો કિસ્સો સાંબરકાંઠામાં બન્યો છે. સાંબરકાંઠામાં એક શખ્સે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યું છે. એક શખ્સ એટલી હદે હેવાન બન્યો કે, તેણે રાત્રિ દરમિયાન કૂવા પાસે પશુના પગ બાંધી દીધા હતા અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટના બાદ પશુનુ મોત થયુ હતું, તેથી ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડરના બરવાવમાં આ ધૃણાસ્પદ કિસ્સો બન્યો છે. બરવાવના એક ખેડૂતના ખેતરે તબેલામાં 6 ગાય, 3 ભેંસ અને એક પાડી હતી. સવારે ખેડૂતે જોયુ તો તબેલા પર પહોચેલા ખેતર માલિકે જોતા પાડી મૃત હાલતમાં પડી હતી. તબેલા બહારના કૂવા પાસેથી મૃત હાલતમાં મળેલી પાડી જોઈને ખેડૂત ચોંક્યો હતો. આ ઉપરાંત તબેલા પાસે એક શખ્સના કપડા પણ મળી આવ્યા હતા. સાથે જ નજીકની ઓરડીને તાળુ મારેલુ હતું. ખેડૂતે તપાસ કરતા જાણ્યું કે, પાડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું. આ અંગે ખેડૂતે ઈડર પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસ પણ આ ફરિયાદ જાણીને દંગ રહી ગઈ હતી. 


આ પણ વાંચો : ‘તારા લગ્ન નહીં થવા દઉં’ કહીને યુવતીને હેરાન કરતા રોમિયોને અભયમની ટીમે પાઠ ભણાવ્યો


પોલીસે આકરી તપાસ બાદ પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પાંચ બાળકોના પિતાએ નશાની હાલતમાં પાડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જેના બાદ પાડીનું મોત નિપજ્યુ હતું. આ બાદ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ઝડપાયેલ શખ્સ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કરતા પકડાયો હતો.