`રામ રાખે તેને કોણ ચાખે`: નવજાત શિશુને ખેતરમાં કોઈ દાટી ગયું, હલચલ થતાં ખોદ્યું તો જીવિત બાળકી નિકળી
સાબરકાંઠામાં કોઈ નવજાત શિશુને ખેતરમાં દાટી ગયું, હલતી જમીનને જોઈ મજૂરે બૂમાબૂમ કરી, ખોદ્યું તો જીવતી બાળકી નિકળી હતી.
શૈલેષ ચૌહાણ/હિંમતનગર: 'રામ રાખે તેને કોણ ચાખે' વાળી કહેવત આજે સાચી ઠરી છે. હિંમતનગરના ગાંભોઈમાં માનવતા લજવાતો કિસ્સો સામે આવ્યો છે. GEB પાસે ખેતરમાં દાટેલી નવજાત બાળકી મળી આવી છે. નવજાત બાળકીના પગ હલતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા GEBના કર્મચારીઓએ ખેતરમાં પહોંચી બાળકીને બહાર કાઢી હતી. 108 એમ્બ્યુલન્સની મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલમાં નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે બાળકીના માતા-પિતાને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હિંમતનગરના ગાંભોઈમાં હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલન ચલન જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં ખોડો ખોદતા જમીનમાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ખેતરમાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલમાં નવજાત બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ બાળકીના બચાવ કાર્યમાં 108ના ડ્રાઈવરના અર્થાંગ પ્રયાસો કરી બાળકીનો જીવ બચાવ્યો હતો.
ગાંભોઈ પોલીસને કરતા પોલીસે પણ અજાણી મહિલા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ 108 માં સવારે 9.55 વાગે કોલ આવ્યો હતો. ત્યારબાદ GEB પાસેના ખેતરમાં પહોંચી હતી અને જીવિત નવજાત બાળકી મળી આવી હતી, જે માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે. ઘટના સ્થળ પર સવારે ખેતરમાં એક મહિલાને જમીન કઇક ઊંચું નીચું થતું જોયું હતું. જેથી ખેતર માલિકને જાણ કરી હતી. જેથી માલિકે પોલીસને જાણ કરી હતી.
તો બીજી તરફ બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જીઈબીના કર્મચારીઓ પણ દોડી ગયા હતા અને ખાડામાં દાટેલી અને પગ દેખાતા નવજાત શિશુના ઉપરથી અને માટી હટાવી તો નવજાત બાળકી રડતી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જેને લઈને ૧૦૮ માં તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીની સારવાર શરુ કરી હતી. BVM દ્વારા કુત્રિમ શ્વાસ આપી નવજીવન આપ્યું અને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું.
ગાંભોઇ પોલીસે પણ અજાણી મહીલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો હાલમાં નવજાત શિશુ કે જીવિત બાળકીને હિંમતનગર સિવિલમાં બાળકોના યુનિટ ઑક્સિજન પર રાખવામાં આવી છે. તો અધૂરા માસે જન્મેલા બાળકી હોવાનું સિવિલમાં સર્જને જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube