શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો ગામમાં પોલીસ પહેરામાં નીકળેલો વરઘોડો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો વરઘોડો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન બે સમાજો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતી પરિવારમાં લગ્ન પ્રસંગ યોજવા જઈ રહ્યો હતો. જેમાં પરિવાર દ્વારા વરઘોડો  ગામના ચોકમાં નિકાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગામમા વસતા અન્ય સમજો દ્વારા વિરોધ થવાની શક્યતાઓને લઇ પરિવાર દ્વારા સરકાર અને પોલીસ સમક્ષ રક્ષણની માંગ કરાઈ હતી. ત્યારે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ત્રણ કલાક માટે નીકળનાર વરઘોડો પોલીસ પહેરા આપ્યો હતો. ગામમાં પોલીસના પહેરા સાથે શાંતિ પૂર્ણ માહોલમાં લગ્નનો વરઘોડો પૂર્ણ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: ભાજપના નારાણપુરા વોર્ડના મહામંત્રીએ અકસ્માત જેવી સામાન્ય બાબતે કરી મારામારી

એક તરફ લગ્ન પ્રસંગ દરમિયાન વિરોધ થવાની શકયતાને લઇ પરિવારે પોલીસ રક્ષણની માગ કરી હતી. બીજી તરફ સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મોટો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. આખુય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ પહેરા સાથે લગ્નનો વરઘોડો ઘરેથી નીકળી ગામની શેરીઓમાં ફરી ગામના ચોકમાં પહોચ્યો હતો. જ્યાં પરિવારજનો અને મિત્રો ગરબે ઘૂમ્યા હતા અને પરત ઘર તરફ વરઘોડાએ પ્રયાણ કર્યું હતું. 


સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં કહ્યું Statue of Unity જોઇને લાગે છે કે દેશ સુરક્ષીત હાથમાં છે.


બે થી અઢી કલાક ચાલેલો આ વરઘોડો શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો.વરઘોડા દરમિયાન જિલ્લા પોલીસનો મોટો કાફલો ગામમાં ખડકાયો હતો જેમા એક ડીવાયએસપી, બે પીઆઇ,પાંચ પીએસઆઇ સહિત ૮૦ જેટલા પોલીસ જવાનો જેમાં મહિલા પોલીસ  દ્વારા ગામમાં બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ પહેરામાં વડાલીના ભજપુરામાં વરઘોડો પૂર્ણ થયો છે પરંતુ આવનારા દિવસોમાં પરિવાર ધ્વારા  કરાયેલા આ પ્રયાસને લઈને સુધારો આવશે કે કેમ તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube