શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: આમ તો કાળીચૌદશની રાત્રીએ લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરતા હોય છે. પણ વડાલી ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઇને મનાવે છે અને સ્માશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરતા હોય છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના વડાલી ગામના લોકોને માટે કાળી ચૌદશ એટલે ભક્તી જેવો માહોલ સર્જાઇ જાય છે, અને તેઓ પોતાની ભક્તીને સ્મશાનમાં જઇને પ્રગટ કરે છે. બાળકો હોય કે પછી મહિલાઓ આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઇને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભર્યુ બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાની મુર્તી સમક્ષ એકઠા થઇને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદશે ગામનો લોકો ભક્તિ મય થઇને કાળી ચૌદશને ભક્તિથી ઉજવે છે.


આમ તો કાળી ચૌદશે સ્મશાનનુ નામ સાંભળતા જ લોકોને મનમાં અને દીલમાં ફફડાટ વ્યાપી જાય છે. પરંતુ કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યામાં કે સ્વીકારવમાં ના આવે તેવી વાત છે, પણ આમ છતાં પણ વડાલીના ગામના લોકો માટે હવે ગામનુ સ્મશાન એ એક ભક્તિનું સ્થળ બની ગયુ છે અને બસ ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશને રાતે અહી અંધકારમાં સ્મશાનામાં હરખ ભેર આવીને ઉજવણી કરે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરી ભક્તિ ભાવ પ્રાગટ્ય કરે છે. ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં કોઈ ડર જ ના હોય તેમ ભક્તિનો પર્યાય બની ગયો છે. છેલ્લા અઢાર વર્ષથી અહી આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામા આવે છે.


આમ સ્મશાનમાં જવાથી તંત્ર, મંત્ર કે સાધના થતી હોય છે. કોઈ જઈ ના શકે તેવી અંધશ્રધાને દુર કરવા માટે પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. પરંતુ આ તમામ અંધશ્રદ્ધાઓને જાકારો આપીને વડાલી ગામ એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube