ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનભાગીદારી સાથે અમદાવાદની વચ્ચોવચથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાનમાં 60 હજાર લોકો જોડાયા હતા. આ સફાઇ અભિયાનમા અત્યાર સુધીમા 500 ટન કચરો કાઢવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીમાંથી મોટી સંખ્યામાં ધાર્મિક-પૂજા સામગ્રી મળી 
અમદાવાદ જે નદીના કિનારે વસેલુ છે તે સાબરમતીને સ્વચ્છ કરવાનું કોર્પોરેશનના અભિયાન અંતર્ગત શરૂ કરાયું હતું. 5 થી 9 તારીખ દરમિયાન એટલે કે પાંચ દિવસમા મોટા પાયે સફાઈ અભિયાન કરવામા આવ્યું હતું. તંત્રનુ માનીએ તો આ સફાઇ અભિયાનમાં કલાકારો, ડોક્ટર્સ, કલબના સભ્યો, એનજીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, વિવિધ કંપનીના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો મળીને કુલ 60 હજાર જેટલા લોકો જોડાયા હતા. તેઓના શ્રમદાનને કારણે પાંચ દિવસમાં 191 ટન કચરો દૂર કરવામા આવ્યો છે. તો અત્યાર સુધીમા 500 ટન કચરો દૂર કરાયો છે. આ કચરામાં મુખ્યત્વે પ્લાસ્ટિક અને ધાર્મિક પૂજા સામગ્રીનો સમાવેશ થાય છે. સાબરમતી નદીમાથી ચૂંદડી, ભગવાનના હાર, મૂર્તિઓ, શ્રીફળ, સોપારી તથા મોટી સંખ્યામાં ભગવાનની પ્રતિમાઓ મળી આવી હતી. 


ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાને હવે થોડા કલાકો બાકી, વેરાવળથી 740 કિમી દૂર


બીજું શું શું મળ્યું
નદીમાંથી પાન-મસાલાના પડીકા, જુના કપડા, પ્લાસ્ટિકની થેલીઓ, બોટલ તથા માટી દૂર કરવામા આવી છે. આ કચરાને પ્રોસેસિંગ સાઇટ પર લઇ જઇ છૂટો પાડવામાં આવે છે અને તેનો નિકાલ કરવામા આવે છે. પાંચ દિવસના જન-ભાગીદારીના સફાઈ અભિયાન અંતર્ગત નીકળેલા કચરાની વાત કરીએ તો...



તારીખ વિસ્તાર નદીમાંથી કાઢેલો કચરો
5 જુન દધીચી બ્રિજથી સુભાષ બ્રિજ 43 ટન
6 જુન ઇન્દિરા બ્રિજથી સુભાષ બ્રિજ 56 ટન
7જુન દધિચી બ્રિજથી ગાંધી બ્રિજ 31 ટન
8 જૂન ગાંધી બ્રિજ-એલિસબ્રીજ-નહેરુ બ્રિજ 34 ટન
9જુન એલિસ બ્રિજથી આંબેડકર બ્રિજ 27 ટન

કામગીરી હજી ચાલુ છે
નદીને સ્વચ્છ કરવા માટે મેન પાવર ઉપરાંત વિવિધ સાધન-સામગ્રીનો ઉપયોગ કરવામા આવ્યો છે. જેના માટે 31 જેસીબી, 6 બોબકેટ, 12 ટ્રક, 147 ટ્રેક્ટર, 2000 તગારા, 1000 પાવડા, 500 ગ્લોવ્ઝ, 7000 પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ કરાયો હતો. અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, નદીને સ્વચ્છ કરવા માટે હજી કામગીરી ચાલુ છે અને વરસાદ આવશે ત્યાં સુધી હવે મશીનરી દ્વારા કામગીરી કરવામા આવશે. હજી બેરેજના દરવાજા રિપેર થયા નથી. તેથી પાણી નદીમા છોડી શકાશે નહિ. જ્યારે દરવાજા રિપેર કરવાની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ ટ્રીટ કરેલુ પાણી છોડી નદી ભરવામા આવશે.