પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પાટીદાર યુવકો દ્વારા તોડફોડ કરી કુલપતિ પર સાહી ફેકી ઘર્ષણ કરતા અફડા તફડીનો માહોલ સર્જવા પામ્યો હતો. યુનિવર્સીટીમાં કોન્ટ્રકટ પર કામ કરતા પાટીદાર કર્મચારીને કામ પરથી છૂટો કરતા હોબાળો મચ્યો હતો. જો કે અત્યાર સુધીમાં પોલીસે ચાર જેટલા યુવકોની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા ઈલેક્ટ્રીશિયન કર્મચારીને થોડા સમય અગાઉ એજન્સી દ્વારા છૂટો કરવામાં આવતા આજે પાટીદાર યુવકો યુનિવર્સીટી ખાતે પહોચ્યા હતા. યુનિવર્સીટીમાં ચાલતી કારોબારીમાં પ્રવેશ કરવા જતા પોલીસે અટકાવવા જતા પાટીદાર યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. છેવટે પાટીદાર યુવકોના ટોળાએ દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ચાલુ કારોબારી બેઠકમાં જઈ ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારબાદ કુલપતિ પર સહી ફેંકી ભારે વિરોધ કર્યો હતો.


યુનિવર્સીટીના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અને માનનીય પદ ધરાવતા કુલપતિ ડોક્ટર બી એ પ્રજાપતિ પર શાહી ફેંકવાની ઘટના બનતા ફરજ પરની પોલીસે ચાર જેટલા પાટીદાર યુવકો ની અટકાયત કરવા જતા યુવકો એ પોલીસની ગાડી રોકવાનો પ્રયત્ન કરી ગાડી પર ચઢી જઈ ભારે વિરોધ દર્શાવ્યો હતો. જો કે આ ઘટનાથી ડઘાઈ ગયેલ કુલપતિ જીલ્લા પોલીસ વડાની કચેરીએ પહોચ્યા હતા અને એસ પી ને રજૂઆત કરી કડક હાથે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. 3 હાલમાં તો અટકાયત કરેલ પાટીદાર યુવકોને શહેરના બી ડીવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.