હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત (Gujarat) ના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. ત્યારે હાલ શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે શિવાંશના પિતા હવે જેલ (Jail) માં જાય તે નક્કી છે. ત્યારે આજે સચિન દીક્ષિતનું ગાંધીનગર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ (Medical Check UP) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 11:00 બાદ ગાંધીનગર કોર્ટ (Gandhinagar Court) માં સચિન દીક્ષિતને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર કોર્ટમાં હત્યા સચિન દિક્ષિતને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કાનૂની કાર્યવાહી દરમિયાન હત્યારાની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. સચિન દીક્ષિત વડોદરાથી બાળકને લઈને આરોપી ક્યાં રૂટ ગાંધીનગર લાવ્યો તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી છે. 


ગુનો આચારીને આરોપીએ સૌથી પહેલા કોને જાણ કરી તે તપાસ બાકી છે. કોર્ટમાં આઈઓ દ્વારા રિમાન્ડ માટે દલીલ કરી હતી. ગુનો આચરવા માટે કોઈની મદદગારી છે કે કેમ તે તપાસની જરૂરિયાત છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ત્યારે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે સચિન 14 તારીખ સુધી રિમાન્ડ પર રહેશે. 


આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન (Sachin Dixit) અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ લાગી શકે છે. 

લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમીને પતિ બનાવવા ઇચ્છતી યુવતીએ જીવ ગુમાવ્યો, પુત્રએ પિતા, 2 પરિવાર થયા બરબાદ


જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિનના પિતા શિવાંશને સાથે રાખવા માટે તૈયાર છે. આ અંગે તેઓ પોલીસ સાથે ચર્ચા કરીને દાવો કરવાના મુદ્દે ઘણા આગળ પણ વધી ચુક્યા છે. શિવાંશ (Shivansh) ના નાનાની આર્થિક સ્થિતિ અને અન્ય પાસાઓને જોતા શિવાંશની કસ્ટડી સચિનના પિતાને જ સોંપવામાં આવે તેવી શક્યતાઓ મહત્તમ છે. જો કે શિવાંશની કસ્ટડી જેને પણ સોંપાય તે અગાઉ શિવાંશે 3 મહિના ફરજીયાત શીશુગૃહમાં રહેવું પડશે. હાલ તો આ તમામ બાબતો કાયદાને આધિન છે. DNA આવ્યા બાદ સમગ્ર બાબત સ્પષ્ટ થઇ જશે. 


સચિન વિરુદ્ધ વડોદરામાં હત્યાનો ગુનો દાખલ
હાલ તો સચિન વિરુદ્ધ 317, 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે 11 વાગ્યે ગાંધીનગર કોર્ટમાં તેને રજુ કરવામાં આવશે. ત્યાર બાદ હત્યાના ગુના હેઠળ તેને વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હત્યાનો કેસ ટ્રાન્સફર કરવામાં આવશે. હાલ તો વડોદરા પોલીસે હિનાનો મૃતદેહ કબ્જે લઇને પોસ્ટમોર્ટમથી માંડીને તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube