મૌલિક ધામેચા/ગાંધીનગર : (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ આયોજીત કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, સચિન અને હીના 2019 થી લાંબા સમયથી બંન્ને લિવઇનમાં રહેતા હતા. જેના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ હીના દ્વારા વારંવાર સચિન પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેનાથી કંટાળેલા સચિને આખરે હીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હિનાની હત્યા કર્યા બાદ શિવાંશને ગૌશાળા મુકીને રૂટીન કાર્યક્રમ અનુસાર તેઓ કોટા ફરાર થઇ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube