Teacher died in heart attack, મુસ્તાક દલ/જામનગર: શહેરમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોતની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લા પંચાયત હસ્તકની શાળાના 38 વર્ષીય શિક્ષક કલ્પેશ માંડવીયાનું હાર્ટ એટેકથી મોત થયું. વોર્ડ નં.16 માં પુર અસરગ્રસ્ત સહાયના સર્વેની કામગીરી દરમિયાન મોત થયું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષકો જી.જી. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભજ્જીએ કરેલી એક વાતે બદલી નાંખી કોહલીની કરિયર, ભારતને મળ્યો વિક્રમ સર્જક 'વિરાટ'


શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ સર્વે કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. વોર્ડ નંબર 16ના સર્વે કોર્ડીનેટર, 38 વર્ષીય કલ્પેશ ભીખાભાઈ માંડવીયાનું અચાનક હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે.


5 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થયો શરૂ, રાજાઓ જેવું જીવન જીવશો તો પણ નહીં ખૂટે રૂપિયા


જામનગર શહેરમાં વ્રજવાટિકા રણજીતસાગર રોડ પર ગઈકાલે બપોરે ચાર વાગ્યાના અરસામાં કલ્પેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કલ્પેશભાઈ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના ગામ વાણીયામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સમર્પિત અને કાર્યદક્ષ અધિકારી તરીકે ઓળખાતા હતા.


રાહ જોવામાં રહી જશો! સોનાના ભાવ આજે પણ ઘટ્યા, ઘટેલા ભાવનો  ફાયદો ઉઠાવો..લેટેસ્ટ રેટ


સરકારે વરસાદ બાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત કાર્યો હાથ ધરવા માટે સર્વે કામગીરી શરૂ કરી છે. આ કામગીરીમાં સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કલ્પેશભાઈનું નિધન આ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે એક મોટો આઘાત છે. કલ્પેશભાઈના અવસાનથી તેમનું કુટુંબ અને મિત્રો ભારે આઘાતમાં છે. સમગ્ર જામનગર શહેર તેમના નિધનથી શોકગ્રસ્ત છે.