સલામત સવારી ST અમારી પણ આવી! સેંકડો ફુટ ઉંચા બ્રિજ પર હતી અને ટાયરે ચાલતી પકડી
સલામત સવારી એસટી અમારીનું સુત્ર હવે અવળી રીતે સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદથી આહવા જઇ રહેલી બસ 60ની આસપાસની સ્પીડે હતી ત્યારે અચાનક જ તેનું ટાયર નિકળી ગયું હતું. જો કે ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.
દાહોદ : સલામત સવારી એસટી અમારીનું સુત્ર હવે અવળી રીતે સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદથી આહવા જઇ રહેલી બસ 60ની આસપાસની સ્પીડે હતી ત્યારે અચાનક જ તેનું ટાયર નિકળી ગયું હતું. જો કે ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સેંકડો ફુટ ઉંચા બ્રિજ પર જ્યારે બસ પસાર થઇ રહી હતી ત્યારે જ ટાયરે પોતાની રીતે ચાલતી પકડી હતી. જેના પગલે જો ડ્રાઇવરે યોગ્ય રીતે બસને કાબુમાં ન લીધી હોત તો નીચે નદીમાં બસ ખાબકવાની શક્યતા હતી. દાહોદ થી આહવા જતી ST બસનું વઘઇ નજીક અંબિકા પુલ ઉપર જ ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાડવે ચોંટયા હતા.
મુખ્યમંત્રીની મોટી જાહેરાત, ચાર નગરોમાં ઘર ઘર સુધી મળી રહેશે પીવાનુ સ્વચ્છ પાણી
ST તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દાહોદથી ડાંગ જિલ્લાના આહવા ખાતે જતી એસટી બસનુ વઘઇ નજીક અંબિકા નદીના પુલ ઉપર સવારે લગભગ 7 વાગ્યેના અરસામાં ST બસનું ટાયર નિકળવાની ઘટના બની હતી. દાહોદથી આહવા તરફ જતી બસનો અંબિકા નદીના પુલ ઉપર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં 30 થી વધુ મુસાફરો બેઠેલા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ ન હતી. ડ્રાઇવરનો અનુભવ કામે લાગ્યો અને તેણે બસને સારી પેઠે કાબુમાં લઇ લીધી હતી.
400થી વધુ કફ સિરપ બોટલ સાથે દાણીલીમડાથી બે આરોપીની ધરપકડ
મહત્વનું છે કે, ST દ્વારા સલામત સવારીના સ્લોગન આપવામાં આવે છે. વારંવાર થતા STના અકસ્માતથી STનું સ્લોગન માત્ર નામનું હોય તેવુ લાગી રહ્યુ છે. બસમાંથી ટાયર નીકળવાની ઘટનાને પગલે ડ્રાઇવરે પોતાની આગવી સુઝબુઝથી બસને કંટ્રોલમાં રાખીને રસ્તા પર ઉભી રાખી હતી. જો કે આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના બાદ બસમાંથી સલામત ઉતરેલા મુસાફરોએ હેમખેમ બસમાંથી બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો પરંતુ ઘટના એક ચિંતાજનક ધારણ કરી શકે તેમ હતી.
ઉનાળા વેકેશનમાં ટ્રેનો થઇ હાઉસફૂલ, દૈનિક 1 લાખ લોકો કરી રહ્યા છે મુસાફરી
ઘટનામાં ચિંતાજનક બાબત એ રહી હતી કે બસ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહી ત્યારે ઘટના બની હતી. બેકાબુ બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હોત તો મોટી હોનારતની પણ શક્યતા હતી. ઘટના સ્થળે ઉપસ્થિત રહેલ મુસાફરોએ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા કે બસનું મેન્ટેનન્સ અને દેખરેખની નિયમિત કામગીરી થાય છે કે કેમ આવી ઘટનાઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે બસમાંથી ટાયર નીકળી જવા જેવી ઘટનાને ગંભીરતાથી એસી તંત્ર એ લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube