જૂનાગઢ : કેસર કેરીના રસિકો માટે ગીરમાંથી આ વખતે માઠા સમાચાર આવ્યા છે. ગતવર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે. આંબા પર જોઇએ તેટલો ફાલ જોવા નથી મળી રહ્યો. આ ઉપરાંત જે પાક આવશે તે પણ એક માસ મોડો આવશે. જેના કારણે કેરી રસિકોને આ વર્ષ બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. ફ્ળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારોમાં એન્ટ્રી કરશે. પરંતુ આ વર્ષ કેસર કેરી કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વધારે એક ભરતી કૌભાંડ: ભરતીમાં કૌભાંડ છે કે કૌભાંડીઓની ભરતી છે?


ગીરમાં કેસર કેરીનું મબલખ પાક ઉત્પાદન  થાય છે. પરંતુ ગતવર્ષ આવેલા તાઉતે  વાવાઝોડા ના કારણે કેસરના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. ઉના ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડ તહેસ નહેસ થઈ ગયા હતા. જેના કારણે આ વર્ષે કેસર ગત વર્ષની તુલનાએ 50 ટકા જ ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું કહેવું છે. તો તલાલામાં પણ ભારે નુકશાન થયું છે. જેના કારણે આ વર્ષ કેસરના પાક ઓછો આવશે. સાથે મધીયો નામનો રોગ પણ પાક ઓછો આવવામાં કારણભુત બનશે.


ગેનીબેન ઠાકોર પોતાના રાજકીય સ્વાર્થ માટે ઠાકોર યુવાનોનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે: અલ્પેશ ઠાકોર


બીજી તરફ વાવાઝોડા બાદ અન્ય કારણોના કારણે પણ કેસરનું ઉત્પાદન ઘટ્યું છે. વાતાવરણમાં સતત પલટો કમોસમી વરસાદ અને મધીયો સહિતના રોગોના કારણે કેસરના પાકને ખુબ જ નુકશાન થયું છે. તો આ વર્ષ એક મહિનો પાછોતરું આવરણ પણ છે એટલે કે સિઝન એક મહીનો મોડી છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે. અને મોટાભાગનું ફ્લાવરીંગ બળી ગયું છે. જેના કારણે કેસર કેરીના ભાવ ખુબ જ મોંઘા હોય શકે છે. ગત વર્ષે એક બોક્સ 500 થી 700 રૂપિયા વહેંચાતું હતું તે આ વર્ષ બમણાં ભાવથી વેચવાની શક્યતા છે. એટલે કે આ વર્ષ 10 KG કેસરના બોક્સના 1200 થી 1500 રૂપિયા ભાવ રહેવાનું ખેડૂતો કહી રહ્યા છે.


જામનગરમાં નૌસેનાના જહાજ વાલસુરાને મળશે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ સન્માન


જયારે ચોમાસુ વહેલું સક્રિય થયું તો પણ કેસર કેરીના પાકને ભારે નુકશાન જવાની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે. જયારે સમગ્ર બાબતે બાગાયત અધિકારી પણ આ વર્ષે ગતવર્ષોની તુલનાએ કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ સેવી રહ્યા છે. પણ ભાવમાં એટલો વધારો નહિ થાય. બોક્સ ના 700 થી 900 રૂપીયા આસપાસ ભાવ રહેવાની શક્યતા છે. અને કમોસમી વરસાદ ખાબકસે તો કેસર ના પાક ને વધુ નુકશાન થવાની પણ શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube