અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી પડ્યા!
Padam Dungari: પદમડુંગરી ઈકો ટુરીઝમમાં વનવિભાગના સહયોગથી ચુનાવાડી, બોરકચ્છ અને પદમડુંગરી ગામની સખી મંડળની બહેનોએ છેલ્લાં 1 વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત આદિવાસી વાનગી બનાવવામાં આવે છે.
Padam Dungari: ઝી બ્યુરો/તાપી: તાપીના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે અંબિકા નદીના કિનારે આવેલા પદમડુંગરી ઈકો ટુરીઝમમાં વનવિભાગના સહયોગથી ચુનાવાડી, બોરકચ્છ અને પદમડુંગરી ગામની સખી મંડળની બહેનોએ છેલ્લાં 1 વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત આદિવાસી વાનગી બનાવવામાં આવે છે. ખાસ કરીને નાગલીના લોટમાંથી બનાવવામાં આવતી રાગી પિત્ઝા અને નુડલ્સનો સ્વાદ અહીં આવતાં સહેલાણીઓ અચૂકપણે માણતાં હોય છે.
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી
તાપી જિલ્લામાં પદમડુંગરી ઈકો ટુરીઝમ ખાતે પ્રાકૃતિક સૌંદર્યને ખાસ કરીને રજાના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે. વન વિભાગ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહે તે ઉદ્દેશથી સખી મંડળ દ્વારા અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે.
હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં
જેમાં રાગી પિત્ઝા અને નુડલ્સ કે જે આરોગ્ય માટે હિતકારી નાગલીના લોટમાંથી બનાવવામાં આવે છે સાથે આ વૈદિક રેસ્ટોરન્ટ દ્વારા અહીંની સ્થાનિક મહિલા ઓને રોજગારી પણ મળે છે જેના કારણે અહીંની મહિલાઓ પગભર બનીને પોતાના કુટુંબ નું સારી રીતે ભરણ પોષણ કરી પોતાના બાળકનું ભવિષ્ય ઉજવળ કરી રહી છે. સ્થાનિક લોકો પણ આ રેસ્ટોરન્ટ દ્વારા મહિલાઓને રોજગારી મળી રહી છે. માટે વન વિભાગનો પણ આભાર માની રહ્યા છે.
ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ
પદમડુંગરી ઈકો ટુરીઝમમા છેલ્લાં એક વર્ષથી શરૂ થયેલ અંબિકા વૈદિક રેસ્ટોરન્ટમાં રાગી પિત્ઝા અને નુડલ્સ કે જે અન્ય સામાન્ય પિત્ઝા અને નુડલ્સથી અલગ જ સ્વાદ ધરાવે છે. મેંદાના લોટમાંથી બનાવવામાં આવતાં પિત્ઝા અને નુડલ્સથી શરીરને નુકસાન થવાની શક્યતા વધુ રહેતી હોય છે જોકે અહીં નાગલીના લોટમાંથી બનાવવામાં આવતાં રાગી પિત્ઝા અને નુડલ્સથી શરીરને કોઈ નુકસાન પણ થતું ન હોય અહીં આવતાં જતાં લોકો અને પ્રવાસીઓ રાગી પિત્ઝા અને નુડલ્સ ખાવાનું વધુ પસંદ કરે છે.
ગુજરાતમાં 75 વર્ષના 'સાયબા'એ 60ની કંકુ સાથે લગ્ન કર્યા, કહ્યું; 'મારી ઈચ્છા પુરી થઈ'
તાપીનું પદમડુંગરી ઈકો ટુરીઝમ વર્ષોથી સહેલાણીઓ માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા તેમજ વન ડે પીકનિક માટે પણ આ પસંદગીનું સ્થળ ગણાય છે. ત્યારે અહીં અંબિકા વૈદિક રેસ્ટોરન્ટનો ઉમેરો થયો છે. આ વૈદિક રેસ્ટોરન્ટમાં સખી મંડળની બહેનો દ્વારા ખાસ પરંપરાગત આદિવાસી વાનગીઓ બનાવવામાં આવે છે.