Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયુ બાકી રહી ગયું છે. ત્યારે દરેક ઉમેદવાર મતદારોની રીઝવવાના પ્રયાસોમાં 24 કલાક વ્યસ્ત છે. નેતાઓ મતદારોના દરવાજે જઈને વોટની અપીલ કરી રહ્યાં છે, ત્યારે એક ઉમેદવાર એવા છે જેઓએ રડી રડીને લોકો પાસેથી મતની અપીલ કરી છે. આ ઉમેદવાર છે અમદાવાદના બાપુનગર બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અલ્તાફ ખાન. રડતા રડતા વોટ માંગવાનો તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ રડીને વોટ માંગવા પાછળ શું કારણ છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યુ વીડિયો 
અમદાવાદના બાપુનગરથી અલ્તાફ ખાન ઉર્ફે અલ્તાફ બાસી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ રડી રડીને કહી રહ્યાં છે કે, તમે બધા મને એકતરફી વોટ આપો. હું તમને જીતીને બતાવીશ. મેં ક્યારેય પક્ષબાજી કરી નથી. ઈમાનદારીથી કામ કર્યું છે. હું રોડ-રસ્તા, ગટર સાફ કરાવી દઈશ, પણ મને જ મત આપો, એક વખત મને જિતાડો. મારી આંખોમાં આસુ આવી ગયા, મારી ઊંઘ ઉડી ગઈ છે. 



ઉલ્લેખનીય છે કે, અલ્તાફ ખાન અગાઉ અસુદ્દીન ઔવેસીની પાર્ટીમાંથી ઉમેદવારી હતી. અલ્તાફ ખાનનો મત માંગતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાને મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે. જોકે, મત માંગવાની સાથે તેમની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતા, જેથી તેઓ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.  


એક ઉમેદવાર AIMIM છોડી કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીને મોટો ઝટકો લાગ્યો છે. બાપુનગરના AIMIMના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા છે. યુવા પ્રમુખ શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પહેલાં AIMIMમાંથી ઉમેદવારી નોંધાવી બાદ શાહનવાઝે ફોર્મ પરત ખેંચ્યું. આમ, ઉમેદવારો જાહેર કર્યા બાદ AIMIMને બીજો મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં AIMIMની હાલત કપરી બને તેવી શક્યતા છે.