પંચમહાલ: જીલ્લાના કાલોલ તાલુકાના ભૂખી ગામેથી રેતીનું ગેરકાયદેસર વર્ગીકરણ તેમજ રેતીનો પાવડર બનાવી તેની નિકાસ કરતા પ્લાન્ટ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લામાં ખનીજ પેદાશોનું ગેરકાયદેસર ખનન કરી તેની હેરાફેરી કરવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવાની માંગ, કોંગ્રેસી કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન


જો કે ખનીજ વિભાગના અધિકારીઓની અવરજવર પર ખનીજ માફિયાઓ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે અને તેને લઈને ખનીજ વિભાગની કાર્યવાહી પર પણ અસર થાય છે. દરમિયાન ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદના આધારે આજે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખાનગી રસ્તાનો ઉપયોગ કરી આજે કાલોલ તાલુકાના ભૂખી ગામે રેડ કરવામાં આવતા સ્થળ પરથી રેતીનું ગેરકાયદેસર ખનન કરી લાવી તેનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. 


આહ્વામાં અકસ્માત: 2 લોકોનાં ઘટના સ્થળે મોત 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત


સતત અકસ્માતો સર્જી રહેલી BRTSની સુરક્ષા હવે બાઉન્સર્સના હવાલે


અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરતા આ સંગ્રહિત રેતીનું વર્ગીકરણ કરી તેમાંથી અલગ અલગ પ્રકારની રેતી અલગ કરી તેમજ રેતીનો પાઉડર બનાવી તેનો નિકાશ કરવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું હતું , ખાણ ખનીજ વિભાગને રેતીનું વર્ગીકરણ કરવા માટે તેમજ રેતીનો પાઉડર બનવવા માટેનો પ્લાન્ટ પણ મળી આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે રેતીનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા ૩ ટ્રેકટર, ૧ ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પ્લાન્ટને સીઝ કરવામાં આવ્યો છે. ખનીજ વિભાગ દ્વારા હાલ કુલ ૪૫ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખાણ ખનીજ વિભાગની પૂર્વ મંજુરી મેળવ્યા વગર જ બલાશીનોરના ઇસમ દ્વારા આ સમગ્ર પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું છે. ત્યારે આ ઇસમ સામે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube